મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવીરડા પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













વાંકાનેરના રાતાવીરડા પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની નજીક આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો યુવાન લેબર કવાર્ટરમાં પહેલા માળેથી નીચે ટકાતા તેને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ કલેહાર્ટ સીરામીક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો રાજેન્દ્રકુમાર મંગલકુમાર (40) નામનો યુવાન લેબર કવાર્ટરમાં પહેલા માળેથી નીચે ટકાતા તેને શરીરે ગંભીર ઇજા થયેલ હતી અને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત

મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર 10 માં રહેતો સચિન ભુપતભાઈ રાવળદેવ (32) નામનો યુવાન વાવડી રોડ ઉપર બાપાસીતારામની મઢુલી પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે રોંગ સાઈડમાં આવેલ રીક્ષાના ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને આ બનાવમાં યુવાનને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News