મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ
મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું
SHARE
મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું
મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર અગ્નિશમન શાખા દ્વારા ગત તા.૬-૨-૨૫ ના રોજ સવારના ૯ કલાકે મચ્છુ ડેમ-૨ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બોટ ડ્રીલમાં પાણીમાં ડૂબતી વ્યક્તિ અથવા આકસ્મિક સંજોગોમાં ફસાયેલ વ્યક્તિને બોટ અને રોબોટ એમ બંન્ને દ્વારા રેસ્ક્યુ કરવાની ડ્રીલનું લાઈવ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.આ પ્રકારની ડ્રીલ કરવાનો મુખ્ય ઉદેશ્ય એ છે કે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં પુરની પરિસ્થિતિ, ભારે વરસાદ તથા અન્ય પ્રકારની પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિને કોઈ ઈજા અને જાન-હાનિ થયા વિના બચાવ કામગીરી થાય, તેની તકેદારીના ભાગરૂપે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા, મચ્છુ ડેમ-૨ સ્ટાફ, સિંચાઈ વિભાગ સ્ટાફ, પોલીસ સ્ટાફ, ઈમરજન્સી રિસ્પોન્સ એમ્બ્યુલન્સ સેવા ૧૦૮ સ્ટાફ, GISF સ્ટાફ સહિતના કર્મયોગીઓ હાજર રહયા હતા.