કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે પરણીતાને મરવા મજબુર કરવાના કેસમાં પતિ-જેઠની ધરપકડ


SHARE













મોરબીના મકનસર ગામે પરણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પતિ-જેઠની ધરપકડ

મોરબી તાલુકાના મકનસર ગામ પાસે પ્રેમજીનગર વિસ્તારમાં પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે મૃતક મહિલાના પિતા દ્વારા તેના જમાઈ સહિત બે શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે બંને આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે.

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના દેવસર ગામના રહેવાસી ભગવાનજીભાઈ મૂળાજીભાઈ દવે (59) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ કિશનભાઇ મુળાજીભાઈ જોશી અને તેની દીકરીના જેઠ હામથાજી મુળાજી જોશી રહે. બંને પ્રેમજીનગર મકનસર વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપીઓ તેની દીકરી રસીલા ઉર્ફે જયશ્રીને અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા અને અવારનવાર ફરિયાદીની દીકરીને તેના પતિ દ્વારા ઢીકાપાટુનો માર મારવામાં આવતો હતો તેમજ જેઠ હામથાજીએ ફરિયાદીની દીકરી સાથે ઝઘડો કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી દુઃખ ત્રાસથી કંટાળીને ફરિયાદીની દીકરીએ ગત તા. 7/2 ના રોજ પોતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં કિશનભાઇ મોરાભાઈ જોશી (30) અને તેની દીકરીના જેઠ હેમતોભાઈ ઉર્ફે હામથાજી મોરાભાઈ જોશી (44) રહે. બંને પ્રેમજીનગર મકનસર વાળાની ધરપકડ કરેલ હતી અને તે બંને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News