કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી તાલુકાની ૭ વિવિધ પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક, રસોયા અને મદદનીશની ભરતી કરાશે


SHARE













મોરબી તાલુકાની ૭ વિવિધ પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક, રસોયા અને મદદનીશની ભરતી કરાશે

મોરબી તાલુકામાં વિવિધ ૭ પ્રાથમિક શાળાઓના પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) કેન્દ્રમાં સંચાલક, રસોયા, મદદનીશની જગ્યાઓ ખાલી હોય તેમાં ભરતી કરવામાં આવશે. જેમાં કપૂરીવાડી પ્રાથમિક શાળામાં ૧ રસોયા, લાયન્સનગર પ્રાથમિક શાળામાં ૧ સંચાલક, ભડીઆદ પ્રાથમિક શાળામાં ૧ સંચાલક, કોયલી પ્રાથમિક શાળામાં ૧ રસોયા, ૧ સંચાલક અને ૧ મદદનીશ, કૃષ્ણનગર (આ) પ્રાથમિક શાળામાં  ૧ રસોયા, ૧ સંચાલક અને ૧ મદદનીશ, સો.ન.વ.શા. ઝીંઝુડા પ્રાથમિક શાળામાં ૧ સંચાલક અને ૧ મદદનીશ, ખારચીયા નવાપરા પ્રાથમિક શાળામાં ૧ રસોયા અને ૧ મદદનીશ આમ કુલ ૧૩ વિવિધ ખાલી જગ્યાઓ પર માસિક ઉચ્ચક માનદ વેતનથી તદ્દન હંગામી ધોરણે ભરતી કરવામાં આવશે.

જેના માટે ધોરણ ૭ પાસ, ધોરણ ૧૦ પાસ કે તેથી ઉચ્ચ અભ્યાસ ધરાવતા, ૨૦ થી ૬૦ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ હોય તેવા ઉમેદવારોએ નિયત નમૂનના અરજી પત્રક મામલતદારzની કચેરી, મધ્યાહન ભોજન યોજના શાખા, રૂમ નંબર ૬, મોરબી ખાતેથી કયેરી સમય દરમિયાન મેળવીને આગામી તારીખ ૧૪/૦૨/૨૦૨૫ સુધીમાં સંપૂર્ણ અને સાચી વિગતો ભરીને મોકલી આપવાના રહેશે.આ ઉપરાંત સસ્તા અનાજની દુકાન, જલાઉ લાકડા, શાકભાજીનો વેપાર કરતા હોય, મરી મસાલા લોટ દળતા હોય, વકીલાત હોય, સરકારી નોકરી હોય, સરકારશ્રીનું અનુદાન મેળવતા હોય, સરકારશ્રીના આશ્રિતો હોય, ગુનાહિત કે અક્ષમ્ય કૃત્ય આચર્યું હોય, કોઈપણ પ્રકારનું માનદ વેતન મેળવતા હોય, હોમગાર્ડઝમાં હોય, રૂખસદ કે બરતરફ કરાયેલ વ્યક્તિ- આવા કોઈપણ નાગરિકો આ જગ્યા માટે અરજી કરી શકશે નહીં.સુનિશ્ચિત સમયગાળા બાદ અત્રેની કચેરીએ આવેલી અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. યોગ્ય ઉમેદવારોને અત્રેની કચેરી દ્વારા ઇન્ટરવ્યૂની તારીખ સમય માટે જાણ કરવામાં આવશે. આ અંગે વધુ જાણકારી મેળવવા માટે મામલતદાર કચેરીનો સંપર્ક સાધવો. તેમ મામલતદાર, મોરબી (ગ્રામ્ય) તાલુકાની યાદીમાં જણાવાયું છે.






Latest News