હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના કવિ સંજય બાપોદરિયાને મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે પારિતોષિક અર્પણ કરાયું


SHARE









મોરબીના કવિ સંજય બાપોદરિયાને મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે પારિતોષિક અર્પણ કરાયું

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષા-સાહિત્યનાં શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક વર્ષ-૨૦૨૨ અંતર્ગત બાળ વિભાગમાં મોરબીના કવિ સંજય બાપોદરિયા 'સંગી'નાં બાળકાવ્યસંગ્રહ 'પાંખ મળે તો...' ને દ્વિતીય ક્રમે પારિતોષિક જાહેર થયેલ હતું. જે અનુસંધાને વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તા.૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ આયોજિત માતૃભાષા મહોત્સવના પૂર્ણાહુતિ સમારોહ અંતર્ગત સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારોહમાં મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક સંજય બાપોદરિયા 'સંગી'નાં બાળકાવ્યસંગ્રહ 'પાંખ મળે તો...'ને  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે શિલ્ડ, પ્રમાણપત્ર, ૭૦૦૦ રોકડ પુરસ્કાર આપી દ્વિતીય પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું.

આ અગાઉ કવિ સંજય બાપોદરિયા 'સંગી' ના બાળકાવ્યસંગ્રહ 'પાંખ મળે તો...' ને  ગુજરાતનો પ્રતિષ્ઠિત 'અંજુ-નરશી' પારિતોષિક -૨૦૨૩ પ્રાપ્ત થયેલ છે. ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી તેમનાં બે બાળકાવ્યસંગ્રહ 'પતંગિયું કેવું મજાનું!' અને 'પાંખ મળે તો...' પ્રકાશિત થયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના ઇનોવેટિવ ટીચર સંજય બાપોદરિયાને ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર, મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રેષ્ઠ BLO સન્માન પ્રાપ્ત થયેલ છે. તેઓ ઉમિયા સર્વિસ કલાસ ફોરમ-મોરબી, પાટીદાર શિક્ષક સમાજ-મોરબી, ભારતીય વિચાર મંચ - મોરબી, મોરબી યુવા જ્ઞાનોત્સવ સમિતિ દ્વારા સન્માનિત થયેલ છે. તેમને શ્રી નવદુર્ગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા 'શિક્ષક રત્ન' સન્માન પ્રાપ્ત થયેલ છે. આ પારિતોષિક પ્રાપ્ત કરી સંજય બાપોદરિયા 'સંગી' એ તેમના પરિવાર, વતન ખાખરેચી ગામ, ગૌશાળા પ્રાથમિક શાળા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ પરિવાર અને સાહિત્ય પરિવારનું ગૌરવ વધારેલ છે. 




Latest News