અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

વાહ પટેલ: મોરબીના રવાપર ગામે રહેતા યુવાનના ઘરે દીકરીનો જન્મ થતાં કરી એવી ઉજવણી કે લોકોની આંખો ચાર થઈ ગઈ


SHARE









વાહ પટેલ: મોરબીના રવાપર ગામે રહેતા યુવાનના ઘરે દીકરીનો જન્મ થતાં કરી એવી ઉજવણી કે લોકોની આંખો ચાર થઈ ગઈ

વર્તમાન સમયમાં દીકરો દીકરી એક સમાન કહેવામાં આવે છે પરંતુ આજની તરીકે દીકરીનો જન્મ થાય તો ઘણી વખત પરિવારના સભ્યોમાં ઉત્સાહ જોવા મળતો નથી પરંતુ મોરબીમાં રહેતા યુવાનના ઘરે દીકરીનો જન્મ થતા દીકરીનો જન્મની એવી ઉજવણી કરી કે જોનારા લોકોની આંખો ચાર થઈ ગઈ છે અને આ યુવાને એક કે બે નહીં પરંતુ 51,111 બાજરાના રોટલા બનાવીને ગાયોને આપવા માટેનો સંકલ્પ કર્યો છે

સામન્ય રીતે કોઈપના ઘરે દીકરાનો જન્મ થાય એટ્લે તેની ઉજવણી કરવામાં આવે તે સ્વભાવિક છે જો કે, મોરબીના રવાપર ગામે રહેતા આદ્રોજા પરિવારના ઘરે દીકરીનો જન્મ થયેલ છે અને તેઓએ દીકરીના જન્મની ભવ્ય ઉજવણી કરેલ છે આટલું જ નહીં તેઓએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીને દીકરીના જન્મને વધાવ્યો છે કેમ કે, ભાગ્યશાળી હોય છે એ ઘરે જેમના ઘરે દીકરીનો જન્મ થાય છે. આ પંક્તિને સાર્થક કરતાં મોરબીના રવાપર ગામે રહેતા જયભાઈ વાસુદેવભાઈ આદ્રોજા અને ધારાબેન જયભાઈ આદ્રોજાએ દીકરીના જન્મની સેવામય ઉજવણી કરી છે. 

જયભાઈએ પોતાના ઘરે લક્ષ્મીજીનું અવતરણ થતા જિલ્લાની તમામ ગૌશાળાઓમાં કુલ મળીને 51,111 બાજરાના લોટ માંથી બનાવવામાં આવેલ રોટલા ગાયોને ખવડાવવાનો સંકલ્પ લીધો છે. આ સેવાકિય સંકલ્પ અન્વયે આજથી રવાપર ગામના પાદરમાં બોની પાર્ક પાસે 125 ચૂલા સળગાવવામાં આવ્યા છે. જે ત્રણ દિવસથી ચાલી રહ્યા છે અને અહીં 100 બહેનો રોટલા બનાવી રહ્યા છે. આટલું જ નહીં અહી જે રોટલા બનાવવામાં આવે તેને જુદીજુદી ગૌશાળા સુધી પહોચડવા માટે 100 સ્વયંસેવકો કામે લાગી ગયેલ છે અને ત્યાં તૈયાર થયેલા રોટલા વિવિધ ગૌશાળામાં પહોચાડવામાં આવી રહ્યા છે.

વધુમાં દીકરીના પિતા જયભાઈ આદ્રોજાએ કહ્યું હતું કે, બીજ જરૂરી અને બિન ઉપયોગી ઉજવણી કરવાને બદલે આપણી સંસ્કૃતિને અનુરૂપ ઉજવણી કરવાનો સંકલ્પ કર્યો હતો અને આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનું બિરૂદ આપવામાં આવ્યું છે. ત્યારે ગૌમાતાની જઠરાગ્નિ ઠારીને દીકરીના જન્મની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે મોરબીમાં રહેતા પટેલ યુવાને પોતાના ઘરે દીકરીનો જન્મ થતાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીને જે રીતે દીકરીના જન્મના વધામણા કર્યા છે જો આવી રીતે ઘરે ઘરે દીકરીના જન્મોત્સવને વધાવવામાં આવે તો આજના સમયમાં જે દીકરી દીકરાના જન્મદર વચ્ચે તફાવત જોવા મળી રહ્યો છે તેને ભવિષ્યમાં સો ટકા ઘટાડી શકાય તેમ છે




Latest News