મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ધારાસભ્યોની હાજરીમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ


SHARE









મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ધારાસભ્યોની હાજરીમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ

આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલાના અધ્યક્ષસ્થાને મોરબીના પંચાસર રોડ સતવારા સમાજની વાડી ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી અને ખાસ કરીને આ તકે મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને મહિલાઓ કઈ રીતે આર્થિક રીતે સધ્ધર બની શકે અને પોતાના પરિવારને મદદરૂપ બની શકે તેના વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને માજી મંત્રી જયંતીભાઈ કવાડિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા, જેઠાભાઇ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી જીલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઇ સદાતીયા, જયંતીભાઈ પટેલ, પ્રદીપભાઈ વાળા, મોરબી જીલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર વિગેરે આગેવાનો હાજર રહ્યા હતા




Latest News