મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં ડીલરશીપના નામે ૧.૬૯ કરોડની છેતરપિંડીના ગુન્હામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત


SHARE









મોરબીમાં ડીલરશીપના નામે ૧.૬૯ કરોડની છેતરપિંડીના ગુન્હામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત

મોરબી તાલુકાનાં જેતપર ગામે રહેતા યુવાનને પેટ્રોલપંપની ડીલરશીપ આપવાના કરીને તેની સાથે ૧.૬૯ કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી જે ગુનામાં આરોપીને પોલીસે પકડીને જેલ હવાલે કરેલ હતો અને તેના જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોરબીના જેતપર ગામે રહેતા હિરેનભાઈ ચંદુભાઈ અઘારા (29)એ વર્ષ 2019 માં છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી કે તેને મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપની ડીલરશીપ આપવાનું કહીને આરોપીએ તેને વિશ્વાસમાં લીધેલ હતી અને ત્યાર બાદ સમયાંતરે તેની પાસેથી અલગ અલગ બેંક  એકાઉન્ટમાં ૧.૬૯ કરોડ મેળવી લીધેલ છે ત્યારબાદ આરોપીએ રિલાયન્સ પેટ્રોલપંપની ડીલરશિપ અપાવી ન હતી અને રૂપિયા પણ પાછા આપેલ ન હતા જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી અને આ ગુનામાં આરોપી કૌશેલેન્દ્રકુમાર ઉર્ફે લલ્લુકુમાર રવીપ્રસાદ સુલતાના મહતો રહે. બિહાર વાળાની પોલીસે ધરપકડ કરી હતી અને ત્યાર બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા અને તે રિમાન્ડ પૂર્ણ થતા આરોપીએ જેલ હવાલે કરેલ હતો ત્યાર બાદ આરોપીના વકીલ મયુરભાઈ પુજારા મારફત મોરબી સેશન્સ કોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી જેમાં આરોપી તરફે વકીલે ધારદાર દલીલો રજુ કરી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજુર કર્યા છે.




Latest News