મોરબી નજીક સેફ્ટી ટેન્કમાં પડી જવાથી યુવાનનું મોત થતાં કારખાનના જવાબદાર માણસો સામે ગુનો નોંધાયો
માળીયા (મી)ના જસાપર ગામ પાસે ટેન્કરમાંથી ડીઝલ ચોરી થાય તે પહેલા જ પોલીસે ચારને દબોચ્યા: 44.76 લાખનો મુદામાલ કબજે
SHARE






માળીયા (મી)ના જસાપર ગામ પાસે ટેન્કરમાંથી ડીઝલ ચોરી થાય તે પહેલા જ પોલીસે ચારને દબોચ્યા: 44.76 લાખનો મુદામાલ કબજે
માળીયા (મી)ના જસાપર ગામના ખરાવાડ વિસ્તારમાં ડીઝલ ભરેલ ટેન્કર ઉભું રાખીને તેમાંથી ડીઝલની ચોરી કરવાની કોશિશ કરવામાં આવી રહી હતી તેવામાં માળિયા તાલુકા પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી ડીઝલ ભરેલ ટેન્કર સાથે કુલ ચાર શખ્સોને સ્થળ ઉપરથી ઝડપી લેવામાં આવ્યા હતા અને હાલમાં પોલીસે 44,76,623 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો છે અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિયમમાં હતી ત્યારે માળિયા તાલુકાના જસાપર ગામની ખરાવાડમાં ડીઝલ ભરેલ ટેન્કર ઉભા રાખીને તેમાં ભરેલા હાઈ ફલેશ હાઈ ડીઝલ પેટ્રોલિયમ પ્રવાહીની ચોરી કરવાની કોશિશ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસ દ્વારા સ્થળ ઉપરથી ટેન્કરમાં ભરેલ ડીઝલના જથ્થા સહિતના મુદામાલને કબ્જે કરવામાં આવેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ પોલીસે હાલમાં 29 હજાર લિટર ડીઝલનો જથ્થો ભરેલ ટેન્કર જેની કિંમત 14,74,423 રૂપિયા, 30 લાખ રૂપિયાનું ટેન્કર નં. જીજે 12 બીવી 7662 તથા લોખંડ કાપવાનું ગ્લાઇન્ડર મશીન, પ્લાસ્ટિકનો ખાલી બેરલ સીલ કરવાના તાર તથા ડીસમિસ આમ જુદી જુદી વસ્તુઓ મળીને કુલ 44,76,623 ની કિંમતનો મુદ્દામાલ માળીયા તાલુકા પોલીસે કબજે કરેલ છે અને પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ટેન્કરના ડ્રાઇવર પ્રવેશસિંગ કાલિદાસ રાજપુત (40) અને ટ્રકના ક્લિનર અમિતસિંગ ગોવિંદસિંગ રાજપુત (19) રહે. બંને જાખરનું પાટીયું ચામુંડા હોટલ પાછળ પડાણા જીલ્લો જામનગર મૂળ રહે. બંને ઉત્તરપ્રદેશ તથા માલ કાઢનાર ધીરુભાઈ લખમણભાઇ કાનગડ (49) રહે. જસાપર તાલુક માળીયા તેમજ મદદ કરનાર વશરામભાઈ રવજીભાઈ ખડોલા (52) રહે. મોટીબરાર માળીયા વાળાની ધરપકડ કરી હતી અને માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

