મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના માલણીયાદ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત


SHARE









હળવદના માલણીયાદ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત

હળવદના માલણીયાદ ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વડોદરા સુધી લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના માલણીયા ગામની સીમમાં દયારામ નાનજીભાઈ પરમારની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રક્ષાબેન અરવિંદભાઈ રાઠવા (26) નામની મહિલાએ ગત તા. 5/6 ના રોજ સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બે બોટલ દારૂ

મોરબીના આલાપ રોડ ઉપરથી બાઈક ઉપર બે શખ્સ પસાર થતા હતા તેને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 470 રૂપિયાની કિંમતની દારૂની બે બોટલો કબજે કરી હતી તથા બાઇક નંબર જીજે 36 એએચ 5000 જેની કિંમત 30,000 રૂપિયા મળીને 30,470 ની કિંમતના મુદ્દામાલ સાથે સાહિલ મુકેશભાઈ જાદવ (19) રહે. રવાપર રોડ ભવાની સોડા પાછળની શેરી મોરબી તથા અભય સુનિલભાઈ સરવૈયા (21) રહે. હુડકો ક્વાર્ટર પરસોતમ ચોક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News