મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જૂનાગઢ જેલ હવાલે


SHARE









મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જૂનાગઢ જેલ હવાલે

મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત તૈયાર કરીને મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા પોલીસે આરોપીને પકડીને પાસા હેઠળ જૂનાગઢ જેલ હવાલે કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સ કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઈ દેગામા સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને મેજિસ્ટ્રેટ તરફ મોકલવી હતી જેને મંજૂર કરવામાં આવતા એલસીબીની ટીમે આરોપી કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઈ દેગામા (27) રહે. લીલાપર ગામ વાળાની પાસા હેઠળ ધરપકડ કરીને જૂનાગઢ જિલ્લા જેલ ખાતે તેને મોકલી આપવામાં આવેલ છે.

વઘાસીયા મારામારી
વાંકાનેર તાલુકાના જૂના વઘાસીયા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જુબેર હુસેનભાઈ માથકિયા નામના ૨૪ વર્ષના યુવાને ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મૂળ મધ્યપ્રદેશ હાલ મોરબી રહેતા ધનીબેન કૈલાશભાઈ પંચાસીયા નામના ૩૦ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે લતીપર પાસે બાઇક સ્લીપના બનાવમાં ઇજા થતા સારવાર માટે મોરબી લવાયા હતા.

યુવાન સારવારમાં
હળવદના રહેવાસી આમીન ઈકબાલભાઈ રાઉમા નામના ૩૦ વર્ષના યુવાનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.ચરાડવાથી દેવીપુર જતા રસ્તે પેટ્રોલ પંપ નજીક તેના બાઇક આડે કૂતરું ઉતરતા વાહન સ્લીપ થવાના બનાવમાં તેને ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે સુરતના સોમાભાઈ બાબુભાઈ ગોરસવા નામના ૫૫ વર્ષના આધેડને માળિયા મિંયાણાના હરીપર ગામની ગોળાઇ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સુવિલે લાવવામાં આવ્યા હતા.




Latest News