મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે કપડા સીવડાવવા જવાનું કહીને નીકળેલી યુવતી ગુમ


SHARE







મોરબીના ઘુંટુ ગામે કપડા સીવડાવવા જવાનું કહીને નીકળેલી યુવતી ગુમ

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી ઘરેથી કપડા સીવવા માટે આપવા જાવ છું તેમ કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હોય તેની તપાસ કરવામાં આવી હતી છતાં પત્તો ન લાગતા અંતે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હાલમાં પોલીસ સ્ટેશન ખાતે કાનજીભાઈ પીતાંબરભાઈ રાઠોડ (54) રહે. રામપાર્ક સોસાયટી ઘુંટુ તા.જી.મોરબી એ જાહેર કર્યું હતું કે, તેમની પુત્રી ગૌરીબેન કાનજીભાઈ રાઠોડ (ઉમર 25) ગત તા.19 ના બપોરે બે વાગ્યે ઘરેથી કપડા સીવડાવવા આપવા માટે જાવ છું.તેમ કહીને ઘરેથી નીકળ્યા બાદ તેણી ઘરે પરત આવેલ ન હોય ઘરમળે તપાસ કરવામાં આવી હતી છતાં તેણીનો પતો લાગ્યો ન હતો.જેથી હાલ પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના એ.એમ.ગરિયા દ્વારા ગુમ થયેલ યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

ધાંગધ્રા પાસે આવેલા દેવ ચરાડી ગામના મોહનભાઈ સુરેશભાઈ ખટાણા નામના 22 વર્ષના યુવાનને ધાંગધ્રા પાસે આવેલ ધોરી ગામ નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. જ્યારે કચ્છના કટારીયા ગામ પાસે બાઈક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં ઇજા પામેલ અફસાનાબેન સતારભાઈ રાઉમા (25) રહે.જુના કટારીયા પડલશાપીર વાસ તા.ભચાઉ ભુજ (કચ્છ) ને સારવારમાં મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ માળીયા મીંયાણાના અંજીયાસર ગામ નજીક હોટલ પાસે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં રવિકુમાર ધર્મવીરસિંહ (36) રહે.હરીપરને અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

હળવદ અકસ્માત

હળવદ ખાતે રહેતા પ્રભુભાઈ નાથાભાઈ રબારી નામના 64 વર્ષના વૃદ્ધ મોટરસાયકલમાં જતા હતા ત્યારે હળવદની સરા ચોકડી પાસે વાહન સ્લીપ થવાના અકસ્માત બનાવમાં ઇજા પામેલ હાલતમાં અત્રે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે ઘુંટુ પાસે આવેલ રામકો રામનગરી વિસ્તારમાં રહેતા ગણેશભાઈ સોમાભાઈ કોળી નામનો 41 વર્ષનો યુવાન વાંકાનેરના ઢુવા ખાતે પતરાના સેડ ઉપર કામ કરતો હતો તે વખતે ઊંચાઈએથી નીચે પડી જતા ઇજા પામેલ હાલતમાં મોરબી લાવવામાં આવ્યો હતો.તેમજ વાંકાનેરના રાજગઢ ગામના કુંવરબેન કાળુભાઈ દંતેશરીયા નામના 72 વર્ષના વૃદ્ધા મોટરસાયકલમાં બેસીને જતા હતા ત્યારે ગામમાં આવેલા મંદિર પાસે વાહન સ્લીપ થવાના બનાવમાં ઈજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબી લવાયા હતા.જ્યારે હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા જયાબેન બચુભાઈ મોરી નામના 70 વર્ષના વૃદ્ધાને હળવદની મહર્ષિ ટાઉનશીપના ગેટ પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજા પામેલ હાલતમાં મોરબી લાવવામાં આવ્યા હતા






Latest News