દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

મોરબી એલઇ કોલેજના રસ્તે બાઈક સાથે બાઈક ટકરાતા બે યુવાનો સારવારમાં


SHARE









મોરબી એલઇ કોલેજના રસ્તે બાઈક સાથે બાઈક ટકરાતા બે યુવાનો સારવારમાં

મોરબીના સામાકાંઠે એલઇ કોલેજના ગ્રાઉન્ડ પાસે આવેલ રોડ ઉપર બે બાઈક સામસામાં ટકરાયા હતા.આ બનાવમાં બે યુવાનોને ઈજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે એલઇ ગ્રાઉન્ડના ગેટ નજીક સર્જાયેલ આ વાહન અકસ્માતના બનાવમાં રિયાઝ દાઉદભાઈ સોલંકી (24) રહે.પંચાસર રોડ અને ચિરાગ ધીરૂભાઈ મોરવાડિયા (21) રહે.સામાકાંઠે મોરબી-૨ ને ઇજાઓ થતા બંનેને અત્રેની સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ નોંધ કરી તપાસ કરી હતી.જ્યારે વાંકાનેર હાઈવે મકનસર ગામે રહેતા હિતેશભાઈ બાબુભાઈ દેગામા નામના 34 વર્ષના યુવાનને મારામારીમાં ઈજા થતાં સારવાર માટે લઈ જવાયો હતો.

વાંકાનેર અકસ્માત

વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતો વિનોદભાઈ જીવાભાઈ ધંધુકિયા નામનો 38 વર્ષનો યુવાન વાંકાનેરના તિથવા રોડ ઉપર બાઈક લઈને જતો હતો ત્યાં અન્ય બાઇક સાથે વાહન અથડાતા અકસ્માત બનાવમાં ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે વાંકાનેરના જ ભોજપરા ગામના સલીમભાઈ અબ્રાહમભાઈ બાબરીયા નામનો 45 વર્ષનો યુવાન કોઇ અકળ કારણસર તેના ઘરે એસિડ પી જતાં તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે અને બંને બનાવોની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.વાંકાનેર હાઇવે ઢુવા ચોકડી નજીક એપલ સીરામીક પાસે રહી મજૂરી કામ કરતા કિશોરભાઈ દેવજીભાઈ માંડવી નામના 47 વર્ષના યુવાનને કોઈ ઝેરી જંતુ કરડી જતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના રવાપર રોડ એવન્યુ પાર્ક વિસ્તારમાં રહેતા અનંદા સુભગન નામનો 34 વર્ષનો યુવાન મોરબીના માળીયા હાઇવે મહેન્દ્રનગર પાસે આવેલ ફર્ન હોટલ નજીક હતો ત્યાં મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે માણેકવાડા ગામે રહેતા પરિવારનો મહેશ રમેશભાઈ ભીલ નામનો 15 વર્ષનો બાળક ટ્રેક્ટરમાંથી પડી જતા ઈજા પામેલ હાલતમાં અત્રે ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ખાનપર-ચાંચાપરના રસ્તે બાઈકમાંથી નીચે પડી જતા નિશાંત ભુપતભાઈ દંતેશરીયા (ઉમર 20) રહે.ઘુંટુ તા.મોરબી નામના યુવાનને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તેમજ મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા પ્રવિણાબેન શૈલેષભાઈ કણજારિયા નામની 28 વર્ષીય મહિલાને બાળકો બાબતે પતિ સાથે બોલાચલી થયા બાદ પતિ સાથેના ઝઘડામાં મારામારીમાં ઈજા થવાથી સિવિલે સારવારમાં લવાયા હતા.તેમ પોલીસે જણાવેલ છે.

બાળકી સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉંચી માંડલ ગામ પાસે આવેલ રોલટેક્ષ પેપરમીલ નામના યુનિટના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની પ્રિયાંશી ગોલુભાઇ નાયક નામની ત્રણ વર્ષની બાળકી રમતા રમતા ટોયલેટ ક્લીનર પી જતા તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના પીપળી ગામે રહેતા જયસિંગ રઘુવીરસિંગ યાદવ નામના 34 વર્ષના યુવાનને પીપળી નજીક આવેલ રામદેવ હોટલ પાસે વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે આયુષમાં લાવવામાં આવ્યો હતો.




Latest News