મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

માળીયા મીયાણામાં માવતરના ઘરે આવેલ પરિણીતાએ જીવન ટુકાવ્યું


SHARE









માળીયા મીયાણામાં માવતરના ઘરે આવેલ પરિણીતાનો ગળાફાંસો ખાઈને આપઘાત

માળીયા મીયાણામાં એસબીઆઇ બેન્ક સામે રહેતા માવતરના ઘરે આવેલ પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણામાં આવેલ માલાણી શેરીમાં રહેતા મુસ્કાનબેન અસ્વાદભાઈ જામ (22) નામની પરણીતા માળિયામાં એસબીઆઇ બેન્ક સામેના ભાગમાં રહેતા તેના માવતર હાજીભાઈના ઘરે આવી હતી અને ત્યાં કોઈપણ કારણોસર તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે પરણીતાનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને હાજીભાઈ માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો 14 માસનો હતો અને તેણે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે.
એક બોટલ દારૂ
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મિહિર બ્યુટી પાર્લર પાસેથી પસાર થઈ રહેલા બાળકિશોર પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને બાળકિશોરની પૂછપરછ કરીને તેના વાલીને પરત સોંપી દેવામાં આવ્યો હતો અને આ દારૂની બોટલ તેની પાસે ક્યાંથી આવી હતી તે દિશામાં આગળની તપાસ એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ કરવામાં આવેલ છે.




Latest News