મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના આઇકોનીક રોડ એટલે કે વાવડી રોડે કામ ના થયું હોવાનું વાતનું મનપાએ ખંડન કર્યું !


SHARE









મોરબીના આઇકોનીક રોડ એટલે કે વાવડી રોડે કામ ના થયું હોવાનું વાતનું મનપાએ ખંડન કર્યું !

મોરબી મનપાએ અખબારી યાદીમા જણાવ્યુ છેકે, મનપા ધ્વારા નિર્મળ ગુજરાત-2 અંતર્ગત આઇકોનીક રોડ (વાવડી રોડ) તથા G.V.P. ના બ્યુટીફીકેશનના કામનું ખાતમુર્હત તા.16/1/2025 ના રોજ કરવામાં આવેલૂ હતું. જે કામની કુલ કિંમત 1.2 કરોડ છે. જેમાં શહેરના 17 લોકેશનના G.V.P. બ્યુટીફિકેશનની કામગીરી, 120 સેટ ટવિનબીન્સ ઈન્સ્ટોલેશનની કામગીરી, 35 બાંકડા મૂકવાની કામગીરી, પોકેટ ગોર્ડન,પ્લાટેશન, સ્ટ્રીટલાઇટ પોલ પર ડેકોરેટિવ લાઇટ તથા ડિસપ્લે સ્ક્રીન મૂકવાની કામગીરીનો સમાવેશ કરેલ છે. અને સોમનાથ એન્ટરપ્રાઇઝ રાજકોટને વર્કઓર્ડર આપવામાં આવેલ છે. આ એજન્સી દ્વારા G.V.P. બ્યુટીફિકેશન, ટવીન બિન ઇન્સટોલેશન તથા બાંકડા મૂકવાની કામગીરી પૂર્ણ કરેલ છે. જ્યારે અન્ય ઘટકોની કામગીરી પ્રગતિમા છે. આ કામના કોન્ટ્રાક્ટર તથા PMC ની કામગીરીની કમિશ્નર દ્વારા દર અઠવાડિયે સમીક્ષા કરીને ગુણ્વત્તાયુક્ત કામગીરી થાય તે સુનિશ્ચિત કરવામાં આવે છે. અને સમયમર્યાદામાં કામ પૂર્ણ ન થાય તો કોનટ્રાક્ટરના બિલમાંથી નિયમ મુજબ કપાત કરવામાં આવશે, આઇકૌનિક રોડમાં કોઈપણ કામગીરીના થયેલ નથી તેવી જે વાતો કરવામાં આવી રહી છે તેનું મનપા દ્વારા ખંડન કરવામાં આવ્યું છે.




Latest News