મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં વાજતે ગાજતે વિજય ટીકીઝ વાળા રોડનું કરાયું લોકાર્પણ, એક વર્ષમાં 50 થી વધુ રોડ બનાવવાનું આયોજન: કાંતિભાઈ અમૃતિયા


SHARE













મોરબીમાં વાજતે ગાજતે વિજય ટીકીઝ વાળા રોડનું કરાયું લોકાર્પણ, એક વર્ષમાં 50 થી વધુ રોડ બનાવવાનું આયોજન: કાંતિભાઈ અમૃતિયા

મોરબીમાં વિજય ટોકીઝ પાસે નવો સીસી રોડ બનાવવામાં આવ્યો છે તેનું આજે વાજતે ગાજતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને આગામી દિવસોમાં મોરબીના 50 થી વધુ રોડ નવા બનાવમાં આવશે અને બાગ બગીચા સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે તેવી માહિતી ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલ છે.

મોરબીમાં વિજય ટોકીઝ પાસે જે રસ્તો હતો તે છેલ્લા ઘણા વર્ષોથી ઉબડખાબડ હતો અને ખાસ કરીને વરસાદમાં ત્યાં પાણી ભરાઈ રહેતું હોવાના કારણે વાહન ચાલકો અને વેપારીઓ સહિતના લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને આ રસ્તો વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ વેપારીઓ સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી તેવામાં મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા આ રસ્તો બનાવવા માટેની કામગીરી 25 જૂનના રોજ ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું અને એક જ માહિનામાં એટ્લે કે 25 જુલાઈના રોજ તે કામગીરી પૂર્ણ થઈ ગયેલ હતી જો કે, સ્થાનિક વેપારીઓ દ્વારા બેન્ડવાજા બોલાવવામાં આવ્યા હતા અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ત્યાં આમંત્રિત કરીને તેઓના હસ્તે આ રોડને આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ત્યારે વેપારી બટુભાઈ ભટ્ટએ પણ જણાવ્યું હતું કે આ રોડની કામગીરી ચાલુ હતી ત્યારે કમિશનર જાતે અહીંયા કામનું નિરીક્ષણ કરવા માટે થઈને આવતા હતા અને રોડની કામગીરી ખૂબ જ સારી કરવામાં આવી છે. તો મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, હાલમાં આ રોડનું કામ કરવામાં આવ્યું છે આવી જ કામગીરી મોરબીના જુદાજુદા વિસ્તારમાં રોડ બને ત્યારે કરવામાં આવશે અને આગામી 2 તારીખે મોરબીના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે કાર્યક્રમ યોજીને જુદા જુદા 11 રોડ રસ્તાના વિકાસ કામોનું ખાતમહુર્ત કરવામાં આવશે અને એક વર્ષમાં શહેરમાં લગભગ 50 થી 60 જેટલા રોડ નવા બને તેની સાથોસાથ બાગ બગીચા સહિતની સુવિધાઓ વધે તેવું આયોજન હાલમાં કર્યું છે. 






Latest News