મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં 60 લાખની ઉઘરાણી માટે યુવાનના અપહરણ કરવાના ગુનામાં કારખાનેદાર સહિતના મુખ્ય આરોપીઓને જોડવાની અરજી કોર્ટે કરી મંજુર


SHARE













મોરબીમાં 60 લાખની ઉઘરાણી માટે યુવાનના અપહરણ કરવાના ગુનામાં કારખાનેદાર સહિતના મુખ્ય આરોપીઓને જોડવાની અરજી કોર્ટે કરી મંજુર

મોરબીમાં 60 લાખની ઉઘરાણી માટે યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને તેની પત્નીએ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવાને બદલે ભોગ બનનારનું ખોટું સોગંધનામું કરાવી મૂળ આરોપીને બચાવવા કોર્ટમાં વર્ગ સી-સમરી દાખલ કરી હતી. જો કે, ફરિયાદીના વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે મુખ્ય આરોપીને જોડવા માટે કરવામાં આવેલ અરજીને સેસન્શ કોર્ટે મંજુર કરી છે.

કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ વર્ષ 2013 માં ભોગ બનનાર દિપેશભાઇનું 60 લાખની ઉઘરાણી માટે અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલા યુવાનની પત્ની નિશાબેને ફરિયાદ નોંધાવી હતી. કેસમાં મૂળ સાવિયો સિરામિક વાળાઓએ જે તે સમયના તપાસ અધિકારી સાથે મિલાપીપણું કરી ભોગ બનનારનું ખોટું સોગંધનામું કરાવી મૂળ આરોપીને બચાવવા નામદાર કોર્ટમાં વર્ગ સી-સમરી દાખલ કરી હતી. જો કે, મૂળ ફરિયાદીનો પુરાવો ધ્યાને લઈને કોર્ટ દ્વારા વર્ષ 2016 માં સમરી નામંજૂર કરી હતી અને વધુ તપાસ સાથે કોર્ટમાં કેસ દાખલ કરવા હુકમ કર્યો હતો છતાં વધુ તપાસમાં પણ મૂળ આરોપીને છાવરી ફક્ત ચાર આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. આ કેસમાં ફરિયાદી અને અન્ય સાહેબાદ ભોગ બનનાર દિપેશભાઇની જુબાની કોર્ટમાં લેવામાં આવી હતી અને મૂળ ફરિયાદી તરફે ગુનાના મુખ્ય આરોપીને ગુનાના કામે જોડવા અરજી કરવામાં આવી હતી જેમાં મોરબીની સેસન્સ કોર્ટ દ્વારા મૂળ ફરિયાદીના વકીલ હિરલ આર. નાયકની લેખિત અને મૌખિક દલીલોને ધ્યાને લઈને ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને જોડવા હુકમ કરેલ છે. વધુમાં ફરિયાદીના વકીલ હિરલ આર. નાયકે જણાવ્યુ છે કે, તેઓની દલીલ માન્ય રાખીને સાવિયો સિરામિક વાળા જીજ્ઞેશભાઈ ધર્મેશભાઈ મેથાણીયા, ધીમંતભાઈ અમૃતલાલ મેથાણીયા અને શામજીભાઈ નાગરભાઈ મેથાણીયાને આરોપી તરીકે જોડવા સેસન્સ કોર્ટે હુકમ કર્યો છે.






Latest News