હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ત્રિદિવસીય ઉર્ષ મુબારક ઉજવાશે


SHARE













મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ત્રિદિવસીય ઉર્ષ મુબારક ઉજવાશે

મોરબી શહેરમાં દાઉદી વ્હોરા સમાજની પવિત્ર જગ્યાઓ મોજુદ છે જે ઈતિહાસ સાથે જોડાયેલ છે તેમાં મુખ્યત્વે મૌલાઈ રાજા સાહેબ દરગાહ, મૌલાઈ રાજા સાહેબની મસ્જીદ, મૌલાઈ રાજા સાહેબનો કુવો, મૌલાઈ રાજા  સાહેબનું મકાન સામેલ છે જે ઈશ્વરની કસોરીની અને ઈશ્વર-અલ્લાહ સાથે જોડાવવાની અને કુદરત સાથેના પરસ્પર વિશ્વાસનું પ્રતિક છે ત્યારે મોરબીમાં તા ૧૨થી ૧૪ દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ત્રિદિવસીય ઉર્ષ મુબારક ઉજવાશે.

મોરબી શહેરમાં દાઉદી વ્હોરા સમાજના દાઈ સૈયદના નુર મોહમ્મદ નુરૂદીન સાહેબ જેમની દરગાહ માંડવી કચ્છ મુકામે છે તેમની મસ્જીદ, સુરત મુકામે જેમની દરગાહ છે તેવા સૈયદના અબ્દેઅલી સૈફુદીન સાહેબના ગુરફા મુબારક અને આપની એતીહાસિક મસ્જીદ આ તમામ સ્થળો હાલના સમયમાં મોજુદ છે આ તમામ ઈમારતો દાઉદી વ્હોરા સમાજ માટે એક ગૌરવવંતા ધાર્મિક લાગણી સાથે જોડાયેલ છે મૌલાઈ રાજા સાહેબ હી. ૮૩૫ ઈ.સ. ૧૪૧૪ માં પાટણથી મોરબી મુકામે તશરીફ લાવ્યા અને મોરબીને દારૂલ હિજરત બનાવ્યું. મૌલાઈ રાજા સાહેબ જે ઘરમાં રહેતા હતા તે હાલમાં હયાત છે અને આજ શેરીમાં મૌલાઈ રાજા સાહેબની મસ્જીદ આવેલી છે અને એજ મસ્જીદમાં તારીખી એતિહાસિક અને ધર્મનું પ્રતિક સમાન કુવો પણ મોજુદ છે

આપના સમયમાં કાઠીયાવાડમાં પાણીની કટોકટી સર્જાતા મૌલાઈ રાજા સાહેબે વાંકડા ગામ પાસે ચાર ગામના સીમાડની વચ્ચે એક વાવ બનાવી જેનાથી અનેક લોકોએ એ વાવનો ફાયદો લીધો આ વાવ હાલમાં પણ છે મોરબીમાં આવેલ દરગાહ મોરબી શહેરની શાનો-શોકાત અને ખુદા અને તેમના બંદા વચ્ચે કસોટીનું પ્રતિક છે આ દરગાહને ખુશ્બુ ગુજરાત હેરીટેજ તેમજ ટુરીઝમ હેઠળ પણ સમાવવામાં આવેલ છે. મોરબી શહેર દાઉદી વ્હોરા સમાજનું પવિત્રતા અને ધાર્મિક વૈશ્વિક ઈતિહાસ તેમજ દાઉદી વ્હોરા સમાજની પ્રેરણા અને શ્રદ્ધા માટે ઉત્તમ ધાર્મિક લાક્ષણિકતા ધરાવતું સ્થળ છે. આપ હિજરી કેલેન્ડર મુજબ રબીઉલ અવ્વલ મહિનાની ૨૩ મી તારીખે વફાત થયા હતા મોરબીમાં અને દુનિયામાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા આપનો ઉર્ષ હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે લાખો લોકો દેશ વિદેશમાંથી આપની દરગાહ પર આવીને માથું નમાવી પોતાની ઉમ્મીદો પૂરી કરે છે.






Latest News