આયાતી ઉમેદવાર નહીં, સ્થાનિક આગેવાનને જ ભાજપની ટિકિટ આપવાની માંગ: હવે મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 8 માંથી વિરોધનો સૂર ઉઠ્યો મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ મોરબીના ખોખરા હનુમાનજી મંદિરે ગુરુવારથી 7 દિવસીય નેચરોપેથી શિબિરનું આયોજન મોરબી જિલ્લામાં વસતા ગરીબ કુટુંબની ઝુંપડપટીઓને રેગ્યુલાઈઝ કરો : લાલજી મહેતા મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મ્યુઝિકલ તંબોલાનો કાર્યક્રમ યોજાયો મોરબી પીજીવીસીએલની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલની સજા વાંકાનેરના ભલગામ પાસે મૃત હાલતમાં મળી આવેલ યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ મોરબી જિલ્લામાં માવઠાની આગાહી; ખેડૂતોને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ
Breaking news
Morbi Today

ટંકારાના બંગાવડી ગામે બાઈક ધીમુ ચલાવવાનું કહેતા યુવાનને માર પડ્યો: બાઇક ચાલક અને તેના માતા પિતા સામે ફરિયાદ


SHARE











ટંકારાના બંગાવડી ગામે બાઈક ધીમુ ચલાવવાનું કહેતા યુવાનને માર પડ્યો: બાઇક ચાલક અને તેના માતા પિતા સામે ફરિયાદ

ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતો યુવાન દુકાન પાસે બેઠો હતો દરમિયાન તેની પાસેથી ફુલ સ્પીડમાં બાઇક લઈને નીકળેલા શખ્સને બાઈક ધીમુ ચલાવવા માટે થઈને યુવાને કહ્યું હતું જેથી બાઇક ચાલકે યુવાનને ગાળો આપી હતી ત્યારબાદ બાઇક ચાલકના માતા અને પિતાએ યુવાન ઉપર હુમલો કરીને તેને લાકડી વડે વાસા અને કાન પાસે માર મારતા યુવાનને સાત ટાંકા આવ્યા હતા જેથી ઈજા પામેલા યુવાને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રગતિમાન કર્યા છે

ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા દેવજીભાઈ લખમણભાઇ પડાયા (27) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શૈલેષભાઈ દાનાભાઈ પડાયા, દાનાભાઈ માલાભાઈ પડાયા અને ગંગાબેન દાનાભાઈ પડાયા રહે. બધા બંગાવડી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા 22/11 ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં ફરિયાદી પોતાના ઘરની બહાર શેરીમાં દુકાન પાસે બેઠા હતા ત્યારે શૈલેષભાઈ તેનું બાઈક લઈને ફરિયાદીની નજીકમાંથી સ્પીડમાં વાહન ચલાવીને નીકળતા ફરિયાદીએ તેને બાઇક ધીમુ ચલાવવા માટે થઈને કહ્યું હતું જે બાબતે શૈલેષભાઈએ ફરિયાદીને ગાળો આપી હતી  ત્યારબાદ તેના પિતા દાનાભાઈ હાથમાં લાકડી લઈને ફરિયાદી પાસે આવ્યા હતા અને તેને વાસાના ભાગે તથા કાનની પાછળના ભાગમાં લાકડી વડે માર મારતા ઇજા પામેલા યુવાનને સાત ટકા આવ્યા હતા જ્યારે શૈલેષભાઈ ની માતાએ ફરિયાદીને વાસાના ભાગે સૂકા બોરડી ના જાળા વડે માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મહિલા સહિત ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મહિલા સારવારમાં
મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા નીતાબેન કપિલભાઈ (30) નામની મહિલાને કોઈ અજાણ્યા વ્યક્તિએ ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News