મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં


SHARE









વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ લેજોરા સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન એક યુવાનને શોટ લાગી ગયો હતો જેથી તેને બચાવવા માટે બીજો યુવાનો ગયો હતો અને તે બંને બેભાન થઈ ગયા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે બે પૈકીના એક યુવાનને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે 

મૂળ ઓરિસ્સાનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ લેજોરા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો બિરેન્દ્રભાઇ જુધિષ્ઠિરભાઇ છતરીયા (41) નામનો યુવાન કારખાનાની અંદર ગ્લેઝ ઓપરેટર તરીકે કામ કરતો હોય તેને અકસ્માતે શોર્ટ લાગ્યો હતો દરમિયાન ત્યાં કામ કરતો સાહેદ પ્રિન્સ મિશ્રા નામનો શ્રમિક તેને બચાવવા માટે થઈને ગયો હતો જેથી તે બંને વ્યક્તિઓ બેભાન થઈ ગયા હોય તેને તાત્કાલિક રફાળેશ્વર ગામ પાસે આવેલ એપેક્ષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે બિરેન્દ્રભાઇ છતરીયાને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને પ્રિન્સ મિશ્રા હાલમાં સારવાર હેઠળ હોય અકસ્માત મૃત્યુના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News