મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે


SHARE









વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક વખત ખાણ ખનીજ માફિયાઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને જુદા જુદા વિસ્તારમાંથી ગેરકાયદેસર તથા ઓવરલોડ ખનીજ વાહનોમાં ભરીને લઈ જતા ચાર ડમ્પરોને કબજે કરવામાં આવ્યા છે હાલમાં 1.10 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ કરવામાં આવી છે

વાંકાનેર તાલુકામાં છેલ્લા મહિનાઓમાં જુદી જુદી ચારથી પાંચ જગ્યા ઉપર ખનીજ માફિયા ઉપર સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજી ની ટીમ દ્વારા રેડ કરીને કરોડો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે દરમિયાન ગઈકાલે માળીયા પીપળીયા હાઇવે રોડ ઉપર રેન્જ આઈજી ની ટીમ ત્રાટકી હતી અને ત્યાંથી ગેરકાયદેસર ખનીજનું પરિવહન કરતાં 10 વાહનોને ઝડપી લેવામાં આવ્યા હતા દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જુદા જુદા વિસ્તારમાંથી ગેરકાયદેસર તથા ઓવરલોડ ખનીજ ભરીને તેનું પરિવહન કરતા ચાર ડમ્પરોને ઝડપી લેવામાં આવ્યા છે જેમાં ડમ્પર નંબર જીજે 13 એએક્સ 0892, જીજે 27 ટીડી 2406, જીજે 3 બીવાય 4694 તથા જીજે 11 વીવી 9618 નો સમાવેશ થાય છે આમ કુલ મળીને 1.10 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને આ અંગેની ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે.




Latest News