મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

આંદોલન પાર્ટ-3 માં વીજપોલના વળતર મામલે સરકારને ઉખેડી ફેંકવાનો હુંકાર: મોરબીના જેતપર ગામે 12 જિલ્લાના ખેડૂતોની બેઠક યોજાઈ, આજે બીજા 12 જિલ્લાના ખેડૂતોની બેઠક


SHARE









આંદોલન પાર્ટ-3 માં વીજપોલના વળતર મામલે સરકારને ઉખેડી ફેંકવાનો હુંકાર: મોરબીના જેતપર ગામે 12 જિલ્લાના ખેડૂતોની બેઠક યોજાઈ, આજે બીજા 12 જિલ્લાના ખેડૂતોની બેઠક

મોરબીના જેતપર ગામેથી શરૂ થયેલ વીજપોલના વળતર માટેનું આંદોલન હવે પાર્ટ 3 તરફ આગળ વધી રહ્યું છે તેના ભાગરૂપે જેતપર ગામે સૌરાષ્ટ્રના 12 જિલ્લામાંથી ખેડૂત આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તેઓની સાથે ચર્ચા વિચારણા કરીને ખેડૂતોના સૂચનો મેળવવામાં આવ્યા હતા ત્યારે ખેડૂતોના ખેતરમાંથી થાંભલા ઉખેડવામાં આવે કે ન આવે પણ 2027 માં ખેડૂત વિરોધી સરકારને ઉખેડી નાખવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.

મોરબીના જેતપર ગામે 19 દિવસ સુધી ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે વધુમાં વધુ વળતર માટે ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવ્યુ હતું અને ત્યારબાદ ઉપવાસીઓની તબિયત લથડી રહી હોવાથી તેઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગામની દીકરીઓના હસ્તે ઉપવાસીઓના પારણા કરવામાં આવ્યા હતા જો કે, સરકાર દ્વારા ખાનગી વીજ કંપનીના વળતર માટે નવો પરિપત્ર કરવામાં આવ્યો હતો તેનો જેતપર ગામના ખેડૂતોએ અસ્વીકાર કરીને આંદોલન પાર્ટ 3 ની જાહેરાત કરવામાં આવી હતી.

તેના ભાગરૂપે બુધવારે રાત્રે જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મોરબી, જામનગર, કચ્છ, રાજકોટ, ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, ભાવનગર, સહિદ પુલ 12 જેટલા જિલ્લાના ખેડૂત આગેવાનોની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો જેતપર ગામે આવેલ ઉપવાસી છાવણી ખાતે આવ્યા હતા ત્યારે ખેડૂતોએ કહ્યું હતું કે, ખાનગી વીજ કંપની તેઓની બાપ દાદાની જમીન ઉપર જે રીતે વીજપોલ બળજબરીથી ઊભા કરીને છે તેની સામે સરકાર નક્કી કરે તે મુજબ નહીં પરંતુ ખેડૂતો ઈચ્છે તે મુજબનું વળતર મળે તે જરૂરી છે.

જો બળજબરીથી ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ ઉભા કરવા માટેની કામગીરી સરકાર દ્વારા કરાવવામાં આવશે તો ખેડૂતોના ખેતરમાંથી વીજપોલ ઉખેડવામાં આવે કે નહીં પરંતુ વર્ષ 2027 માં આવનાર ચૂંટણીમાં સરકારને ગુજરાતમાંથી ઉખડી નાખવામાં આવશે તેવો હુંકાર ખેડૂતો દ્વારા આંદોલનના મંચ ઉપરથી કરવામાં આવ્યો હતો અને આજે જે રીતે 12 જિલ્લાના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી તેમાં ખેડૂતો પાસેથી વધુમાં વધુ વળતર કઈ રીતે મેળવી શકાય તેના માટેના જરૂરી સૂચનો મેળવવામાં આવ્યા હતા.

આવી જ રીતે આજે ગુરુવારની રાત્રે ગુજરાતના બીજા 13 જેટલા જિલ્લાના ખેડૂતોની સાથે બેઠકનું આયોજન કર્યું છે જેમાં સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરમ ભરુચ, સુરત, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે. અને આ બંને બેઠકો પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત વાઈઝ ખેડૂતોની સમિતિઓ બનાવવામાં આવશે અને ત્યાર બાદ આયોજન પૂર્વક વળતર મેળવવા માટે લડત શરૂ કરવામાં આવશે તેવી માહિતી આંદોલન સમિતિના સભ્ય રાજુભાઈ અમૃતિયાએ આપી હતી




Latest News