હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના માણેકવાડા ગામે સહકારી મંડળીએ ગયા બાદ પતિ-પત્ની ગુમ, યુવાનના પિતાએ પોલીસમાં જાણ કરતા તપાસ શરૂ


SHARE







મોરબીના માણેકવાડા ગામે સહકારી મંડળીએ ગયા બાદ પતિ-પત્ની ગુમ, યુવાનના પિતાએ પોલીસમાં જાણ કરતા તપાસ શરૂ

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા પરિવારનું યુવા દંપતિ ઘરેથી સહકારી મંડળી જાય છે તેમ કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હોય યુવાનના પિતા દ્વારા હાલ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે માણેકવાડા ગામે રહેતા વલમજીભાઈ કાનજીભાઈ ગોધવીયા પટેલ નામના ૫૪ વર્ષના આધેડે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેર કર્યુ હતુ કે તેમનો દિકરો દિપભાઇ વલમજીભાઇ ગોધવીયા (૨૫) તથા તેમની પુત્રવધુ સપનાબેન દિપભાઈ ગોધવીયા (૨૪) બંને તા.૧૦-૭ ના બપોરે બે વાગ્યાના અરસામાં ઘરેથી સહકારી મંડળીએ જાય છે.તેમ કહીને નીકળ્યા હતા અને બાદમાં બંને ગુમ થઈ ગયેલ છે.જેની ઘરમેડે શોધખોળ કરવા છતાં પતો લાગ્યો ન હોય હાલ પોલીસમાં જાણ કરવામાં આવેલ છે.ગુમ થયેલા દિપભાઈ અને સપનાબેનના તાજેતરમાં જ લગ્ન થયેલા હતા. તેઓ માણેકવાડા ગામે રહેતા હતા.દિપભાઈ સહકારી મંડળીમાં જ કામકાજ કરતા હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળે છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ગિરીશભાઈ મારૂણીયા દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.કોઈને આ બાબતે માહિતી હોય તો તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા યાદીમાં જણાવ્યું છે.

જ્યારે મોરબીના વીસીપરા મદીના સોસાયટી વિસ્તારમાં રહેતા અલ્તાફભાઈ અબ્દુલભાઈ કુરેશી (૫૨) દ્વારા થોડા દિવસ પહેલા પોલીસમાં જાણ કરવામાં આવી હતી કે તેમની દીકરી સુજાનબેન અલ્તાફભાઈ કુરેશી ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ચાલ્યા ગયેલ છે.જે અંગે તાલુકા પોલીસ મથકના મુકેશભાઈ ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમાં સામે આવ્યું હતું કે, ગુમ થયેલા સુજાનબેનએ અલ્તમસભાઇ અનવરભાઈ ખોખર સિપાહી સાથે લગ્ન કરી લીધા છે અને બંને પોલીસ સ્ટેશન ખાતે રજૂ થયા હતા.જેથી પોલીસે તે બાબતે નોંધ કરી રાબેતા મુજબ તપાસ કરવામાં આવી હતી.

કાર પલ્ટી મારી જતા ઇજા

મોરબી તાલુકાના જીવાપર અને આમરણ ગામ વચ્ચે કાર પલ્ટી મારી જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં પ્રકાશભાઈ ભારમલભાઈ કુંભરવાડીયા (૨૭) તથા સહદેવભાઇ અણદાભાઈ જીલરીયા (૬૮) ને ઇજાઓ થતા ૧૦૮ વડે અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

દારૂ પકડાયો 

મોરબી બી ડિવિઝન પોલીસે શહેરના વીસીપરા રેલ્વે ફાટક પાસેથી પસાર થતાં બાબુ નરસી જાદવ દલવાડી રહે. માધાપરાને અટકાવ્યો હતો.અને તેની ઝડતી લેતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવતા રૂપિયા ૭૬૬ ની કિંમતના દારૂ સાથે તેની અટકાયત કરી તે આ બોટલો ક્યાંથી લાવ્યો ? તે દિશામાં આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News