હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

સરકારના નવો પરિપત્ર જ મંજૂર નથી તો MRC કમિટીમાં રહેવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી: મોરબીના જેતપર ગામના ખેડૂતો


SHARE







સરકારના નવો પરિપત્ર જ મંજૂર નથી તો MRC કમિટીમાં રહેવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી: મોરબીના જેતપર ગામના ખેડૂતો

મોરબીના જેતપર ગામે ગ્રામ પંચાયતની ઓફિસ ખાતે તલાટી મંત્રી દ્વારા આજે ખેડૂતો સાથે બેઠક કરવામાં આવી હતી અને વીજપોલના વળતર માટે જે એમઆરસી કમિટીની રચના કરવાની છે તેના માટે ખેડૂતનું નામ આપવા માટે કહેવામાં આવ્યું હતું ત્યારે હાજર રહેલા આંદોલન સમિતિના સભ્ય સહિતના ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે "સરકારનો નવો પરિપત્ર જ અમને મંજૂર નથી તો એમઆરસી કમિટી બનાવવાનો કે પછી તેમાં રહેવાનો મતલબ શું છે ?" અમારી જે માંગણીઓ છે તે સરકાર સુધી પહોંચાડી દેવામાં આવી છે અને ખેડૂતોને માંગણી મુજબનું વળતર આપે ત્યાર પછી તેના ખેતરમાં ખાનગી વીજ કંપની કામ કરે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ખેતરમાં જે ખાનગી કંપનીના વીજપોલ ઉભા કરવામાં આવી રહ્યા છે તેના માટે વળતરની નવી નીતિ બનાવીને તેનો પરિપત્ર તા 4/7/2026 ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો જો કે તાજેતરમાં જ મોરબીના જેતપર ગામથી આંદોલન સમિતિ દ્વારા આંદોલન પાર્ટ 3 શરૂ કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધી પદયાત્રા યોજીને આવેદનપત્ર આપવામાં આવ્ય હતું અને સરકાર દ્વારા જે નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેનો વિરોધ કરીને ખેડૂતોએ પોતાની માંગણી મુજબ તેઓને વળતર આપવામાં આવે ત્યાર પછી ખાનગી વીજ કંપની કામ કરે તેવી રજૂઆત કરી હતી દરમિયાન આજે જેતપર ગામના મહિલા તલાટી મંત્રી ગ્રામ પંચાયત ઓફિસ આવ્યા હતા અને ત્યાં આંદોલન સમિતિના સભ્યોને ખેડૂતોની હાજરીમાં સરકારે નવી વળતર નીતિ જાહેર કરી છે તેમ એમઆરસી કમિટી બનાવવાની છે તે એમઆરસી કમિટીમાં જેતપર ગામમાંથી ખેડૂતનું નામ આપવા માટે કહ્યું હતું ત્યારે હાજર રહેલા આંદોલન સમિતિના સભ્યો અને ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે અમને તા. 4/7/2026 નો પરિપત્ર જ મંજૂર નથી તો એમઆરસી કમિટી બનાવવાનો અને તેમાં રહેવાનો કોઈ મતલબ જ નથી અમારી જે માંગણીઓ છે તે કલેક્ટર મારફતે સરકાર સુધી પહોંચાડી છે અને અમારી માંગણી મુજબનું અમને વળતર મળે ત્યાર પછી ખેતરમાં વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવે. આમ જેતપર ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીમાં નામ આપવાની કે કોઈ પણ પ્રકારના સરકારી કાગળમાં ખેડૂતની સહી કરવાની સ્પષ્ટ ભાષામાં તલાટી મંત્રીને ના પાડી દેવામાં આવી હતી.






Latest News