વાંકાનેરના વાલાસણ ગામની સીમમાં વાડીના મકાનમાંથી 20.17 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે પકડાયો મોરબીમાં છોકરાની રમવાની બાબતમાં મોટા વચ્ચે બઘડાટી બોલી ગઈ, મહિલાને ચાર વ્યક્તિઓએ માર મારીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ વાંકાનેરના કેરાળા ગામે રહેતા યુવાનનો મોબાઇલ ફોન હેક કરીને અજાણ્યા શખ્સે 98000 નું કર્યું ટ્રાન્જેક્શન ! ટંકારાના સરાયા ગામની સીમમાંથી સોલાર પેનલમાં લગાવવામાં આવેલ 1.80 લાખના કોપર વાયરની ચોરી મોરબીના પીપળીયા નજીક કુદરતી હાજતે ગયેલ યુવાન પાણીના ખાડામાં ડૂબી જતા મોત હળવદના શિરોહી ગામે સરકારી ખરાબમાં આવેલ વાડીમાં ટ્રેક્ટર ફેરવી નાખીને ચણા-જીરૂના પાકમાં કર્યું નુકસાન, યુવાનના માતા, કાકી અને ભાભીને આપી જાનથી મારી નાખવાની ધમકી: 14 સામે ફરિયાદ વાંકાનેરની દ્વારકાનગરી સોસાયટીમાં રહેતા શખ્સના ઘરમાંથી 693 ગ્રામ અફીણનો જથ્થો ઝડપાયો, 3.56 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીની વાવડી અને મહેન્દ્રનગર ચોકડીએ અકસ્માતમાં બે યુવાનો ઘાયલ
Breaking news
Morbi Today

વાંકાનેરના વાલાસણ ગામની સીમમાં વાડીના મકાનમાંથી 20.17 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે પકડાયો


SHARE







































વાંકાનેરના વાલાસણ ગામની સીમમાં વાડીના મકાનમાંથી 20.17 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે પકડાયો

સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત મોરબી જિલ્લા એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે વલાસણથી કોટડા નાયાણી તરફ જવાના રસ્તા ઉપર આવેલ વાડીના મકાનમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 20.17 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે રાજકોટના અનિડા ગામે રહેતા બે શખ્સોની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એન્ટી નાર્કોટિક્સ વિંગના પીઆઈ ડી.વી. ખરાડી તથા પીએસઆઇ એચ.એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન વાંકાનેર તાલુકાના વાલાસણથી  કોટડા નાયાણી ગામ તરફ જવાના રસ્તા ઉપર વાધાર સિમ વિસ્તારમાં અસ્તાપીર જવાના કાચા રસ્તે નરેન્દ્રસિંહ ઝાલાની માલિકીની વાડી આદિલ ઉર્ફે સિકંદર આદમભાઈ દોલપાત્રા રહે. વાલાસણ વાળાએ વાવવા માટે રાખેલ છે તે વાડીના મકાનમાં રાજકોટના અનિડા ગામે રહેતા કિરીટભાઈ માધાભાઈ વરાણ પોતાના કબ્જામાં મેફેડ્રોન ડ્રગ્સનો પાવડર લઈને આવ્યા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 20.17 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને 60,510 ની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો તથા 10,000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 70,510 રૂપિયાની કિંમતના મુદ્દામાલને કબજે કરવામાં આવ્યો છે અને સ્થળ ઉપરથી આરોપી કિરીટભાઈ માધાભાઈ વરાણ (31) રહે અનિડા તથા નરેન્દ્રભાઈ પાંચાભાઇ રામોલિયા રહે. અનિડા વાછરા વાળાની ધરપકડ કરવામાં આવે છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે














Latest News