મોરબીમાં મિશન-૨૦૨૨ અંતર્ગત ગરવી ગુજરાત પાર્ટીની બેઠક યોજાશે
SHARE
આવનારા સમયમાં મિશન૨૦૨૨ માં ૧૦૧ વિધાનસભા બેઠક ઉપર ગરવી ગુજરાત પાર્ટી ઝંપલાવશે
મોરબી જીલ્લામાં ગરવી ગુજરાત પાર્ટી દ્વારા સંગઠનની સમીક્ષા તથા સંગઠનને વધુ મજબૂત કરવા માટે સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી જયેશભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવશે. જેમાં ગરવી ગુજરાત પાર્ટી મોરબીના પદાધિકારીઓ તથા સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે જેમાં હોદેદારોની નિમણુંક કરવામાં આવશે.
આવનાર સમયમાં ગરીબ મધ્યમ વર્ગના લોકો હિત માટે લોકસંપર્ક અભિયાન અંતર્ગત સરકારની તમામ યોજનો લાભ અપાવવા માટે દરેક બુથમાં હોદેદારોની નિમણુંક કરવામાં આવશે. આગામી વિધાનસભાની ચુંટણીમાં ગરવી ગુજરાત પાર્ટી પૂરી મજબૂતાઇથી લડશે તેવો વિશ્વાસ બેઠકમાં વ્યક્ત કરી કોંગ્રેસ-ભાજપની મીલીભગતથી ચાલતા એકહથ્થુ શાસન સામે ગરવી ગુજરાત પાર્ટી એક મજબૂત વિકલ્પ બની રહશે તેમ જણાવી ગરવી ગુજરાત પાર્ટીમાં જોડાવા માટે મોબાઇલ નંબર 84888 90248 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે