મોરબીના લાલપર પાસે શક્તિ ચેમ્બર નજીકથી અજાણ્યા પુરુષની લાશ મળી
મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં સિચાઈનું પાણી આપવાની માંગ
SHARE
મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં સિચાઈનું પાણી આપવાની માંગ
મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં શરૂઆતમાં વરસાદ થયા બાદ છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ન પડવાના કારણે હાલમાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે ત્યારે ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ ગૌતમભાઈ વામજા દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને સ્થાનિક જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાની માંગ કરવામાં આવી છે
ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લામાં હાલ ચોમાસાની મોસમ શરૂ થઈ ગઈ છે ત્યારે ઘણા બધા વિસ્તારની અંદર મેઘરાજાની એન્ટ્રી થઈ છે જેથી કરીને ઘણા વિસ્તારમાં વાવણી થઇ ચૂકી છે અને ઘણા વિસ્તારમાં ખેડૂતોએ આગોતરૂ વાવેતર પણ કર્યું હતું જો કે, હાલ વરસાદ સમયસર ન થતાં ખેડૂતો કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં સૌની યોજના મારફતે ચેકડેમ, તળાવો ભરીને સિંચાઈના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરી ખેડૂતોને પાણી આપી ખેડૂતોના મોલને બચાવવા માટે આયોજન કરવામાં આવે તેવી માંગ કરી છે