મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે સંગિતાબેન રમેશભાઈ ભિમાણી
મોરબીમાં વિપ્ર યુવાને ફિનાઈલ પી લેતા સારવારમાં
SHARE
મોરબીમાં વિપ્ર યુવાને ફિનાઈલ પી લેતા સારવારમાં
મોરબીમાં રવાપર રોડ ઉપર રહેતા વિપ્ર યુવાને ફિનાઇલ પી લીધું હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
મોરબીના રવાપર રોડ ઉપર રહેતા આશિષ દિલીપભાઈ જોશી (૩૨) નામના યુવાને શહેરના સજજનપર-ઘુનડા રોડ ઉપર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ તપાસ શરૂ કરી હતી જેમાં ખૂલ્યું હતું કે આશિષભાઈને તેમના પત્ની સાથે અણબનાવ હોય અને તેમના પત્ની કોઈ સ્મિતાબેન નામના મહિલા સાથે હાલમાં રહેતા હોય તે બાબતનું મનોમન લાગી આવતા તેણે ઉપરોકત પગલું ભરી લીધું હતું.
મહિલા સારવારમાં
ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા પ્રવિણાબેન બળદેવભાઈ ગોરધનભાઈ દેત્રોજા નામની ૩૧ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર વધુ પડતી દુખાવાને લગતી દવા પી લેતા તેને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યારે મોરબીના માળીયા મીંયાણા તાલુકામાં આવતા ખાખરેચી ગામે રહેતો રફીક અબ્દુલ પલેજા નામનો ૩૦ વર્ષનો યુવાન વેજલપર ગામની સીમમાંથી જતો હતો ત્યાં તેને કોઈ સાથે બોલાચાલી થયા બાદ મારામારીના બનાવમાં ઇજા થતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માતમાં ઈજા
સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં આવતા લીયા ગામની રહેવાસી પાયલબેન ઘનશ્યામભાઈ સોલંકી નામની ૧૯ વર્ષીય યુવતી બાઈકના પાછળના ભાગે બેસીને જતી હતી ત્યારે બાઇકની આડે ગાય ઉતરતા બનેલ અકસ્માત બનાવમાં ઈજા થતાં પાયલબેન સોલંકીને અત્રેની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા.જ્યારે હળવદના ઘનશ્યામપુર ગામે રહેતા વનીતાબેન દેવજીભાઈ કણજારીયા નામની ૪૪ વર્ષીય મહિલા ઘરેથી બાઈકમાં બેસીને વાડી તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેમના બાઈકની આડે ગાય ઉતરતા બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમા ઇજાઓ થવાથી વનીતાબેન કણજારિયાને પણ સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.