મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ વાંકાનેરથી જડેશ્ચરને જોડતા રોડ રિસર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબી મમુદાઢી હત્યા-ગુજસીટોકમાં પકડાયેલ આરીફ મીર સાબરમતી જેલ, મકસુદ પોરબંદર જેલ અને કાદર બરોડા જેલ હવાલે
Breaking news
Morbi Today

“મોરબી ટુડે” ભારતની નંબર વન ન્યૂઝ એપ્લિકેશન “ડૈલી હંટ” ઉપર પણ વાંચવા મળશે


SHARE











“મોરબી ટુડે” ભારતની નંબર વન ન્યૂઝ એપ્લિકેશન “ડૈલી હંટ” પણ વાંચવા મળશે

વર્તમાન સમયમાં વધુમાં વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકો દ્વારા કરવામાં આવે છે ત્યારે આંગળીના ટેરવે સમગ્ર વિશ્વની માહિતી લોકો પાસે હોય છે આવા સમયે મોરબી જિલ્લાના સમાચાર મોરબી જીલ્લાના વધુમાં વધુ લોકો સુધી ઝડપથી પહોંચે અને લોકો ઝડપથી સમાચાર વાંચી શકે તે માટે તેને "મોરબી ટુડે" ની ટીમ સતત પ્રત્નશીલ હોય છે અને જીલ્લાના નાના-નાના સમાચાર લોકો સુધી પહોંચે તેના માટે સોશ્યલ મીડિયામાં સમાચારની લીંકને શેર કરવામાં આવતી હોય છે જેથી લોકો સોશ્યલ મીડિયાના માધ્યમથી સમાચારો મેળવતા હોય છે જોકે હવે "મોરબી ટુડે" (morbi today) ના સમાચાર આપ ભારતની નંબર વન ન્યૂઝ એપ્લિકેશન ડૈલી હંટ (dailyhunt) માં પણ નિયમિત રીતે વાંચી શકશો

પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને હવે સોશિયલ મીડિયાનો યુગ છે તેવું કહીએ તો તેમા જરાપણ અતિશ્યોક્તિ નથી કારણ કે સોશીયલ મીડીયાની અંદર હાલમાં ઘણી બધી વેબસાઇટોમાં જુદા જુદા સમાચારોને પીરસવામાં આવતા હોય છે તેમાંથી વાંચકો પોતાની પસંદ અને ટેસ્ટ મુજબના સમાચાર વાંચવા માટે વેબસાઇટ ક્લિક કરીને સમાચાર વાંચતા હોય છે ત્યારે સોશિયલ મીડિયાની અંદર સતત ફેંકવામાં આવતાં સમાચારોની જેમ આડેધડ સમાચાર ફેંકવાના બદલે મોરબીના લોકોને મોરબી જિલ્લાના સમાચારો સાચી માહિતી સાથે મળે તે માટે "મોરબી ટુડે" ના માધ્યમથી સમાચાર મેળવીને સમાચારોને લોકો સુધી પહોંચાડવા માટે થઈને સોશિયલ મીડિયામાં વેબસીઇટની લીંક શેર કરવામાં આવતી હોય છે

માત્ર બે વર્ષના ટુંકા ગાળામાં "મોરબી ટુડે" સચોટ સમાચાર સાથે વાંચકોના હદયમાં અલગ સ્થાન ધરાવે છે ત્યારે "મોરબી ટુડે" ના સમમાચારોને વધુમાં વધુ વાચકો સુધી પહોંચાડવા માટે અમારી ટીમ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને "મોરબી ટુડે" ના સમાચારો વિશ્વાસપાત્ર હોવાથી અન્ય સમાચાર માધ્યમો તેમજ પોર્ટલમાં પણ મોરબી ટુડેના સમાચારોને લેવામાં આવતા હોય છે તે હક્કિત છે અને અત્યાર સુધી "મોરબી ટુડે" ના સમાચાર આપને "મોરબી ટુડે" ની વેબસાઈટ ઉપર અને સોશિયલ મીડિયામાં ફેસબુક, ટ્વીટર, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુટયુબ વગેરે જગ્યાએ વાંચવા અને જોવા મળતા હતા પરંતુ હવે તમે ભારતની નંબર વન ન્યૂઝ એપ્લિકેશન "ડૈલીહંટ" ઉપર પણ "મોરબી ટુડે" ના સમાચાર વાંચી શકો છો કેમ કે "ડૈલીહંટ" ઉપર પણ હવે મોરબી ટુડે ના સમાચારો શેર થવા લાગ્યા છે 




Latest News