મોરબી : નવયુગ સંકુલમાં કોરોના વેકસીનેશન અભિયાન માટે મિટિંગનું આયોજન
ટંકારાના જીવાપર નજીકથી ત્રણ બોટલ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા
SHARE
ટંકારાના જીવાપર નજીકથી ત્રણ બોટલ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા
ટંકારા તાલુકાના જીવાપરથી વાલાસણ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી બાઇક લઇને પસાર થતા બે યુવાનોને રોકીને પોલીસ દ્વારા તલાશી લેવામાં આવતા તેઓની પાસેથી ત્રણ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને બાઇક મળીને ૧૧૧૨૫ ના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે અને દારૂ ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં જીવાપરથી વાલાસણ ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપર મેલડી માતાજીના મંદિર પાસેથી બાઇક લઇને બે શખ્સો પસાર થતા હતા ત્યારે તેમને રોકીને પોલીસે તેઓની પાસેથી દારૂની ૩ બોટલ કબજે કરી હતી અને પોલીસે તેઓની પાસેથી ૧૧૨૫ રૂપિયાની કિંમતનો દારૂ અને દસ હજાર રૂપિયા રળીને ૧૧,૧૨૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે હાલમાં પોલીસે ટંકારા અમરાપર ગામે રહેતા પરેશભાઈ વશરામભાઈ દેગામા (૨૩) અને જૂના હડમતિયા રોડ ઉપર દેવીપુજક વાસમાં રહેતા રવિ વિનોદભાઈ મકવાણા (૨૨)ની ધરપકડ કરીને તેની પાસે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ શરૂ કરે છે
આવી જ રીતે ટંકારા તાલુકાના અમરાપર થી જીવાપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતા બાઇકને રોકીને પોલીસે બે શખ્સોની તલાસી લેતાં તેઓની પાસેથી ૧૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને ૨૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૨૫ હજાર રૂપિયાની કિંમતનું બાઇક એમ કુલ મળીને ૨૫૨૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં ટંકારાના સરદારનગર વિસ્તારમાં રહેતા ઇમરાન હનીફ વિકીયાણી (૧૯) અને ટંકારાના મોરબીનાકા પાસે રહેતા સાગર રઘુભાઈ કુંઢીયા (૨૦)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”