હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબી અસંગઠિત શ્રમિક સંમેલન, શ્રમિકોના પરિવારની ચિંતા કરી તેમનાના ઉત્થાન માટે સરકારે અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ ઘડી : મંત્રી બ્રિજેશભાઇ મેરજા


SHARE













મોરબી અસંગઠિત શ્રમિક સંમેલન, શ્રમિકોના પરિવારની ચિંતા કરી તેમનાના ઉત્થાન માટે સરકારે અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ ઘડી : મંત્રી બ્રિજેશભાઇ મેરજા

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનું શ્રમિક સંમેલન મોરબી ટાઉન હોલ ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. જેમાં મહાનુભાવોના હસ્તે આકસ્મિક મૃત્યુ સહાય યોજન, મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના, ઈ-શ્રમ કાર્ડ, ઈ- નિર્માણ, પ્રસુતિ સહાય, સ્વનિધિ સહાય વગેરેનાં લાભાર્થીઓને મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવેલ હતું.આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ પ્રસંગોચિત ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, શ્રમિકોના પરિવારની ચિંતા કરી શ્રમિકોના ઉત્થાન માટે સરકારે અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. સરકાર રાજયના નાગરિકોની જન્મથી લઈને તેમના મૃત્યુ સુધીની ચિંતા કરે છે, જે શ્રમિકોને અપાતી વિવિધ યોજનાઓ થકી જોઈ શકાય છે.

તેમણે વધુમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલ ‘‘શ્રમેવ જયતે’’ના સુત્રને સાર્થક કરવા કેન્દ્ર અને રાજયની સરકારે શ્રમિકોના પરિવારમા બાળકના જન્મથી લઈને મૃત્યુ સુધીની અનેક યોજનાકીય સહાય રાજય સરકાર આપે છે તેમ જણાવ્યું હતું. શ્રમિકોની સ્ત્રીઓની પ્રસૂતિ, ભોજન, આવાસ, વ્યવસાય, અભ્યાસ વગેરે માટેની કલ્યાણકારી સહાય અમલમાં છે. શ્રમિકોના ઉત્થાન માટે સરકાર અનેક પ્રયત્નો કરે છે. ત્યારે લાભાર્થીઓને આવી કલ્યાણકારી યોજનાઓએ વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર, નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે રાજયના પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીઓને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ લાભાર્થીઓને મળી રહે તે માટે રાજય સરકાર કટ્ટીબધ્ધ રહી નાનામાં નાના લોકોની ભિંતા કરી છે.  રાજ્ય અને ભારત સરકારશ્રીની  તમામ યોજનાઓનો લાભ શ્રમિકોને લેવા વધુમાં અનુરોધ કર્યો હતું.મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટ્ય અને મોરબી જિલ્લા માટે ફાળવવામાં આવેલ ધનવન્તરી રથને પ્રસ્થાન કરવામાં આવેલ હતું. અસંગઠિત શ્રમિકો દ્વારા મંત્રીશ્રીનું અભિવાદન પણ કરવામાં આવેલ હતું આ તકે આસીસ્ટન્ટ લેબર કમિશ્નર ડી.જે. મહેતાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતુ અને આભારવિધિ ર્ડા.દિશાબેન કાનાણીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ વડસોલાએ કર્યું હતું.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, અગ્રણી સર્વશ્રી સુરેશભાઇ દેસાઇ, સુરેશભાઇ સિરોહીયા, ગિરીરાજસિંહ ઝાલા, હરીભાઇ રાતડીયા, ધીરૂભાઇ મકવાણા સહિતનાં મહાનુભાવો અને બહોળી સંખ્યામાં અસંગઠિત શ્રમિકો ઉપસ્થિત રહયા હતા.






Latest News