હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી ગામ પાસે મોબાઈલ ટાવરમાંથી બેટરી બેકઅપના ૨૪ સેલની ચોરી: ૩ સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીના જોધપર નદી ગામ પાસે મોબાઈલ ટાવરમાંથી બેટરી બેકઅપના ૨૪ સેલની ચોરી: ૩ સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકાના જોધપર નદી ગામ પાસે મોબાઇલ ટાવરમાં મુકવામાં આવેલ બેટરી બેકઅપના સેલ મૂકવામાં આવ્યા હતા તે ૨૪ સેલની ચોરી કરવામાં આવી છે જેથી કરીને હાલમાં ૨૪ હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ઘનશ્યામપુરના મૂળ રહેવાસી અને હાલમાં લાલપર નજીક વોડાફોન ટાવર ગૌતમ સિરામિક પાસે રહેતા અશોકભાઇ લાલજીભાઈ રાઠોડ (ઉંમર ૩૭) એ પ્રકાશભાઇ દિપકભાઇ ખીમસુરીયા (ઉ.૨૫) રહે. નાની લાખાવાડતાલુકો જશદણકિરણભાઇ કલાભાઇ મકવાણા (ઉ.૨૭) રહે. ખડવાવડી તાલુકો જશદણ અને લાલજીભાઇ ઉર્ફે અમીતભાઇ મનસુખભાઇ ચૌહાણ (ઉ.૨૬) રહે. ખડખડ તાલુકો વડીયા વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા૬/૩ ના રાતના અગિયાર વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મોરબી તાલુકાના જોધપર નદી ગામ પાસે વાઘજીભાઈ બેચરભાઇની વાડીએ મૂકવામાં આવેલ ઇન્ડઝ કંપનીના મોબાઈલ ટાવરમાંથી અમરારાજા કંપનીની બેટરી બેકઅપના ૨૪ સેલ જેની કિંમત કુલ મળીને ૨૪ હજારના મુદ્દામાલની આરોપીઓએ ચોરી કરી છે જેથી અશોકભાઈ રાઠોડની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News