મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ મોરબીમાં બાઇક ઉપર મિત્ર સાથે જઇ રહેલા યુવાનને વગર વાંકે હાથમાં પહેરવાનો પંચ મારીને કરી ઇજા ! મોરબીના એક લાખ રૂપિયા લઈને યુવાન સાથે લગ્ન કરનાર કન્યા એક અઠવાડીમાં છનનન: 2 મહિલા સામે ગુનો નોંધાયો મોરબીના બાયપાસ રોડ ઉપરથી સાયકલ લઈને ઘરે જતા વિધાર્થીને બોલરોના ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ ટંકારાના હીરાપર નજીક આવેલ કારખાનાની ઓરડીમાંથી 2 પિસ્તોલ-11 કાર્ટિસ સાથે એક શખ્સની ધરપકડ વાંકાનેર શહેરમાં કરવામાં આવેલ જુગારની બે રેડમાં 10 શખ્સો પકડાયા આંદોલન પાર્ટ-3માં વીજપોલના વળતર મામલે સરકારને ઉખેડી ફેંકવાનો હૂકાર: મોરબીના જેતપર ગામે 12 જિલ્લાના ખેડૂતોની બેઠક યોજાઈ, આજે બીજા 12 જિલ્લાના ખેડૂતોની બેઠક
Breaking news
Morbi Today

ટંકારાના છતર પાસે આધેડની જાણ બહાર ખોટા ડીડના આધારે ભાગીદારે કારખાનું વેચી નાખ્યું !


SHARE







ટંકારાના છતર પાસે આધેડની જાણ બહાર ખોટા ડીડના આધારે ભાગીદારે કારખાનું વેચી નાખ્યું !

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાનાં બાદનપર રહેતા આધેડની ભાગીદારી વાળું આલ્ફા ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ટંકારા તાલુકાનાં છતર ગામની સીમમાં આવેલ છે તેના અન્ય ભાગીદારે તેની ખોટી સહિત કરીને નવી ભાગીદારી ડીડ બનાવની નાખી હતી અને તે ખોટા ડીડનો ખરા તરીકે ઉપયોગ કરીને કારખાનનો દસ્તાવેજ પણ બીજી પાર્ટીને કરી આપ્યો હતો જેની જાણ આધેડને સહિના પોલીસ વેરિફિકેશન વખતે થઈ હતી જેથી કરીને હાલમાં આધેડે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને તેના જૂના ભાગીદાર અને તે ભાગીદારના કાકા સહિતના છ આરોપીઓની સામે વિશ્વાસઘાત, છેતરપીંડી અને ઠગાઈની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાનાં બાદનપર રહેતા ભરતભાઇ પ્રાગજીભાઇ સંતોકી જાતે પટેલ (૫૨) એ હાલમાં અજયભાઇ ધનજીભાઇ સંતોકી રહે. યુનીવર્સીટી રોડ સુમન પેલેસ રાજકોટ મુળ રહે. બાદનપર, આષિશ રમેશભાઈ નંદાસણા રહે. નંદભુમી એપાર્ટમેંટ ટી.એન.રાવ કોલેજ સામે રાજકોટગોરધનભાઇ છગનભાઇ સંતોકી રહે. જામનગર મુળ રહે. બાદનપર, દિપકકુમાર ગોરધનભાઈ સંતોકી રહે. જામનગર મુળ રહે.બાદનપર અને નવા ભાગીદારી ડીડમા સાક્ષી તરીકે સહી બે શખ્સ આમ કુલ મળીને છ શખ્સોની સામે વિશ્વાસઘાત, છેતરપીંડી અને ઠગાઈ કરી હોવાની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેતેની ભાગીદારી વાળું આલ્ફા ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ટંકારા તાલુકાનાં છતર ગામની સીમમાં આવેલ છે ગત તા.૧૫/૫/૨૦૧૮ ના રોજ કોઇ પણ સમયે આરોપીઓ દ્વારા છતર ગામની સીમમાં તમામ આરોપીઓએ એકબીજા સાથે મીલાપીપણુ કરીને નવા ભાગીદારી ડીડમા તેઓની સહીને લગતી મળતી સહી કરી નાખી હતી અને ફરીયાદીની જાણ બહાર ખોટુ ડીડ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને તેઓની ભાગીદારી વાળું કારખાનું અન્યને વેચાણ કરીને ૧.૯૦ કરોડથી વધુની રકમનો દસ્તાવેજ પણ કરી આપ્યો છે આમ આર્થિક લાભ મેળવવા માટે તેઓની જાણ બહાર તેના જૂના ભાગીદાર અજયભાઇ ધનજીભાઇ સંતોકીએ તેના કાકા ગોરધનભાઇ છગનભાઇ સંતોકી અને કાકાના દીકરા દિપકકુમાર ગોરધનભાઈ સંતોકીનો કારખાનામાં ભાગીદાર તરીકે સમાવેશ કરી લીધો હતો અને બાદમાં અન્યને આ કારખાનાનો વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે આમ ફરીયાદી સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી ઠગાઈ કરવામાં આવી હોવાથી આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૪૦૬૪૨૦૪૬૭૪૬૮૪૭૧૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News