મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના ઉમા ટાઉનશિપ અને રણછોડનગરમાં જુગારની રેડ: સાત મહિલાઓ સહિત ૧૭ જુગારી પકડાયા


SHARE















મોરબીના ઉમા ટાઉનશિપ અને રણછોડનગરમાં જુગારની રેડ: સાત મહિલાઓ સહિત ૧૭ જુગારી પકડાયા

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપના મંગલ જ્યોત એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગારની રેડ કરી હતી જ્યાં ફ્લેટમાં જુગાર રમી રહેલ પાંચ મહિલાઓ અને બે યુવક સહિત સાતની રોકડ રકમ સાથે ધરપકડ કરવામાં આવી હતી તે રીતે જ શહેરના નવલખી રોડ રણછોડનગર વિસ્તારમાં સાઈબાબા મંદિર પાસે આવેલ મકાનમાં રેડ કરવામાં આવી હતી ત્યાં આ જુગાર રમી રહેલા બે મહિલા સહિત ૧૦ જુગારીઓની રોકડા રકમ સાથે ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીને આધારે ઉમા ટાઉનશીપના મંગલ જ્યોત એપાર્ટમેન્ટના ૧૦૩  નંબરના ફ્લેટમાં રેડ કરી હતી ત્યારે ત્યાં રહેતા મીનાબેન હરેશભાઈ નરભેરામ સેરસિયા જાતે પટેલ (૩૭) મૂળ રહે. જેપુર વાળાઓના ફ્લેટમાં તેઓ બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડતા મળી આવ્યા હોય ઘરધણી મીનાબેન હરેશભાઈ શેરસીયા તેમજ જશીબેન દશરથભાઈ સોમાભાઈ પટેલ (૫૩) રહે. પ્રભુકૃપા ટાઉનશીપ ફોર સ્ક્વેર ફ્લેટ મૂળ રહે. બદરીનાથ સોસાયટી ગાયત્રી મંદિર સોસાયટી મહેસાણા, દિપ્તીબેન ભાવેશ રણછોડ બાલધા જાતે પટેલ (૩૫) રહે. હાલ ઉમા ટાઉનશીપ પટેલ હાઇટ મૂળ રહે. રામધન આશ્રમ પાસે સંસ્કાર સીટી, હિરલબેન યોગેશભાઈ લક્ષ્મણભાઈ ટીટોડીયા જાતે પટેલ (૨૭) હાલ રહે પટેલ હાઈટ ઉમા ટાઉનશીપ મુળ રહે. ગાળા, મનીષાબેન હરેશભાઈ વિનુભાઈ ખાચર જાતે પટેલ (૩૬) હાલ રહે પટેલ હાઈટ ઉમા ટાઉનશીપ મૂળ પાટીદળ તાલુકો ગોંડલ, રવિ પુનિતભાઈ સેરસિયા જાતે પટેલ (૨૧) રહે. બરવાળા અને મનીષ ઉર્ફે લાલો અજીતભાઈ સાદરીયા જાતે પટેલ (૩૦) હાલ રહે. પાટીદાર ટાઉનશીપ ગણેશ ટાવર મૂળ વીરપરડા વાળાઓની રોકડા રૂપિયા ૨૫૧૦૦ સાથે ધરપકડ કરેલ છે

મોરબી નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર સાઈબાબા મંદિર પાસે રહેતા નિખિલ રાજેશભાઈ સોલંકી ખવાસ (૨૧) ના મકાનમાં જુગારની રેડ કરી હતી ત્યારે નિખિલ સોલંકી તેમજ વિજય નાગજી રાવા જાતે ભરવાડ (૨૯) રહે વીસીપરા, આવેશ અબ્બાસ નોડે જાતે વાઘેર (૨૪) રહે ઝીંઝુડા, દેવાંગ જગદીશ લાંગણોજા જાતે વાણંદ (૨૫) રહે. નવલખી રોડ અમૃત પાર્ક સોસાયટી, શાંતિલાલ કેસુ કીડીયા જાતે કોળી (૨૯) રહે. રણછોડનગર સાઈબાબા મંદિર પાસે, સંજય દિનેશ ગજીયા જાતે બોરીચા (૨૮) રહે. નવલખી રોડ અમૃત પાર્ક સોસાયટી, અજય પ્રેમજીભાઈ ઇન્દરિયા કોળી (૩૭) રહે. નવલખી રોડ રણછોડનગર, સબ્બીર હારૂનભાઈ માણેક જાતે મીયાણા (૨૬) રહે વીસીપરા, હંસાબેન માધુભાઈ પોપટભાઈ ડાભી જાતે કોળી (૩૭) રહે. લાયન્સનગર સીવઆરાધના એપાર્ટમેન્ટ નવલખી રોડ અને ગીતાબેન રમેશભાઈ ધરજિયા જાતે કોળી (૩૦) રહે. રણછોડનગર સાઈબાબાના મંદિર પાસે સરદારજીના બંગલા પાછળ વાળી શેરીમાં વાળાઓની ધરપકડ કરી છે અને તેની પાસેથી પોલીસે રોકડા રૂપિયા ૬૨૩૧૦ કબજે કરેલ છે

બાઈક સ્લીપ

મોરબીમાં માળીયા ફાટક પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા લાભુભાઈ સવજીભાઇ પરમાર માળીયા વનાળિયા સોસાયટી વાળાનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઈજા થવાથી લાભુભાઈ પરમારને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નં-૪ માં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કાંતિભાઈ આલાભાઇ સોલંકી (૫૨) રહે. ઇન્દીરાનગર મોરબી અને રમેશભાઈ ધરમશીભાઈ દેલવાણીયા (૩૦) રહે. અમરેલી રોડ મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને બંને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

સાપ કરડી ગયો

વાંકાનેર તાલુકાના દીદડિયા ગામે રહેતા ભરતભાઈ ધોરીયાનો દીકરો અંકિત ઘરના ફળિયામાં હતો ત્યારે તેને ફળિયામાં સાપ કરડી ગયો હતો જેથી કરીને અંકિત ભરતભાઈ ધોરીયા (ઉંમર ૧૦) નામના બાળકને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી પોલીસ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News