ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામ પાસેથી દારૂ ભરેલી ઇકો કાર સાથે બે ઝડપાયા 


SHARE







મોરબીના રંગપર ગામ પાસેથી દારૂ ભરેલી ઇકો કાર સાથે બે ઝડપાયા 

મોરબીના રંગપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનાની પાછળના ભાગમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા દારૂનો જથ્થો ભરેલ ઈકો કાર મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦૪૦૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તે બંનેની સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે 

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે સીરામીક કારખાનાની પાછળના ભાગમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી ઇકો કાર નંબર જીજે ૧ એફટી ૨૭૦૫ મળી આવી હોય પોલીસે તેને ચેક કરતા ગાડીમાંથી ૨૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે  ૪૦૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો તથા એક લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૧૦૪૦૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી નરેશભાઈ અવચરભાઈ ધામેચા (૨૯) અને રાજેશભાઈ લાભુભાઈ ફતેપરા (૨૯) રહે બંને ગોપાલગઢ વાળાની ધરપકડ કરેલ છે આ બંને શખશો દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બંને શખ્સોની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જુગાર

વાંકાનેર નજીક ગારીયાના બોર્ડ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા જયસુખભાઈ ધરમશીભાઈ રોજાસરા જાતે કોળી (૩૦) રહે. ગારીયા ગામ વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી ૬૦૦ ની રોકડ કબજે કરી હતી




Latest News