મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં ઘરમાંથી ૨૯ બોટલ દારૂ ઝડપાયો, બુટલેગરની શોધખોળ 


SHARE







મોરબીના વીસીપરામાં ઘરમાંથી ૨૯ બોટલ દારૂ ઝડપાયો, બુટલેગરની શોધખોળ 

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે તેના ઘરમાંથી દારૂની નાની મોટી કુલ મળીને ૨૯ બોટલો મળી આવી હોય પોલીસે ૩૦૭૫ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, બુટલેગર હાજર મળી ન આવતા તેની સામે હાલમાં ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

મોરબીના વીસીપરા વિસ્તારમાં ઇમામના ઑટા પાસે રહેતા સલીમ ઉર્ફે સલીયો જુસબભાઈ કટિયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે તેના ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની મોટી ત્રણ અને નાની ૨૬ આમ કુલ મળીને ૨૯ બોટલો મળી આવી હોય પોલીસે કુલ મળીને ૩૦૭૫ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સલીમ ઉર્ફે સલીયો જુસબભાઈ કટિયા ઘરે હાજર ન હોવાથી તેની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે 

જુગાર

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે તળાવ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા દોસમહમદભાઈ મહમદભાઈ કટીયા જાતે મિયાણા (૫૦) રહે માળિયા મીયાણા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે ૫૦૦ રૂપિયાની રોકડ સાથે તેને કબ્જે કર્યો હતો






Latest News