હળવદ નજીક નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા 10 પૈકી બે યુવાન ડૂબી જતા શોધખોળ શરૂ કમોસની વરસાદ: મોરબી જિલ્લામાં ધૂળ-કોલસીની ડમરી તેમજ પતરા અને હોર્ડિંગ બોર્ડ ઉડ્યા, ખેડૂતો-અગરિયાઓને મોટું નુકસાન મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ ગામે શેરીમાંથી પસાર થતાં ટ્રેક્ટર આડે પડતું મૂકી વૃદ્ધે કર્યો આપઘાત


SHARE













હળવદના નવા માલણીયાદ ગામે શેરીમાંથી પસાર થતાં ટ્રેક્ટર આડે પડતું મૂકી વૃદ્ધે કર્યો આપઘાત

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા વૃદ્ધ શેરીમાંથી હતા ત્યારે શેરીમાંથી પસાર થતાં ટ્રેક્ટરની આડે પડતું મૂક્યું હતું જેથી કરીને તેના ઉપરથી ટ્રેકટરના તોતિંગ વ્હીલ ફરી ગયા હોવાથી તેને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના ભાઈએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે પોતાના ઘર પાસેથી પસાર થતાં ટ્રેક્ટર આડે પડીને વૃદ્ધે શા માટે થઈને આપઘાત કર્યો તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના નવા માલણીયા ગામે રહેતા જયંતીભાઈ જીવણભાઈ પરમાર જાતે દલવાડી (૫૬) પોતાના ઘર પાસે હતા ત્યારે તેઓની શેરીમાંથી ટ્રેક્ટર ટ્રૉલી સાથે પસાર થઈ રહયું હતું ત્યારે મોબાઇલ ઉપર વાત કરતા કરતા સીધા જ તેને ટ્રેક્ટરની આડે પડતું મુક્યુ હતું અને ત્યારે તેના શરીર ઉપરથી ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ ફરી વળવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક જયંતીભાઈના ભાઈ ભરતભાઈ જીવણભાઈ પરમાર જાતે દલવાડી (૪૨)એ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જો કેમૃતક વૃધ્ધે કયા કારણોસર પોતાના ઘર પાસેથી પસાર થતાં ટ્રેક્ટર આડે પડતું મૂકીને આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે




Latest News