મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામમાં ખેતરમાં ગાય ચરાવનારને સમજાવવા ગયેલા યુવાન ઉપર ત્રણ શખ્સે કર્યો હુમલો


SHARE









વાંકાનેરના ભલગામમાં ખેતરમાં ગાય ચરાવનારને સમજાવવા ગયેલા યુવાન ઉપર ત્રણ શખ્સે કર્યો હુમલો

વાંકાનેર તાલુકાના ભલગામમાં ખેતરમાં ગાયને ચરાવવા માટે લઈ ગયેલા શખ્સને સમજાવવા માટે ગયેલ યુવાનને ત્રણ શખ્સો દ્વારા ગાળો આપીને બોલાચાલી કરવામાં આવી હતી અને ત્યારે તેને છુટા પથ્થરનો ઘા ઝીકિને મોઢા અને આંખના ભાગે ઇજા કરવામાં આવી હતી જેથી કરીને યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૩ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના ભલગામમાં રહેતા ભુપતભાઈ કેશાભાઈ ભાલીયા (૪૫) એ હાલમાં વિહાભાઈ રૂખડભાઈ ભરવાડ, મોમૈયાભાઈ ધનાભાઈ સુસરા અને ગોપાલભાઈ મોમૈયાભાઈ સુસરા રહે ત્રણેય ભલગામ વાળા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેના ભાઈના ખેતરમાં મોમૈયાભાઈ ધનાભાઈ સુસરા તેની ગાય ચરાવવા માટે ગયા હતા જે બાબતે તેઓ મોમૈયાભાઈ અને તેના દીકરા ગોપાલભાઈને સમજાવવા માટે થઈને ગયા હતા ત્યારે ફરિયાદી યુવાન સાથે બોલાચાલી કરીને ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ આરોપી વિહાભાઈ રૂખડભાઈ ભરવાડે છૂટા પથ્થરનો ઘા કરીને ફરિયાદી યુવાનને મોઢા અને આંખ પાસે ઈજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને ત્રણેય શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News