વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી


SHARE









ટંકારાના વીરપર ગામે ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી

ટંકારા તાલુકાના વીરપર ગામે નવા પ્લોટમાં રહેતા યુવાનના ઘરની અંદર અજાણ્યા શખ્સે રાત્રી દરમિયાન પ્રવેશ કર્યો હતો અને તેના ઘરમાંથી મોબાઇલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વીરપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ હરજીવનભાઈ ઝાલરીયા જાતે પટેલ (ઉમર ૪૦) પોતાના ઘરે હતા ત્યારે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્ય શખ્સે તેના ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને તેના ઘરમાંથી વીવો કંપનીના ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઇલ ફોન ચોરી કરી ગયેલ છે જેથી કરીને દિનેશભાઈ ઝાલરીયાએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે આંબેડકરનગર વિસ્તારમાં રહેતા મનીષ મહેશભાઈ સુમેસરા નામના ૨૨ વર્ષના યુવાને કોઈ કારણસર ફીનાઇલ પી લેતા તેને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.જ્યારે મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા હર્ષાબેન ગિરીશભાઈ દુદકિયા (૫૭) અને તૃપ્તિબેન ગિરીશભાઈ દુદકિયા (૨૭) બંને બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ગામના ઝાંપાની પાસે આવેલ મારૂતિ પાન નજીક તેઓનું બાઈક સ્લીપ થતા બંનેને ઈજા થતાં સારવાર માટે મોરબી ખસેડાયા હતા.

મારામારીમાં ઈજા

મોરબીના ગોકુલનગર વિસ્તારમાં રહેતા કરણ મનીષભાઈ સોલંકી (૧૭) અને સંજય કાંતિલાલ કડેવાર (૨૬) ને આયુષ હોસ્પિટલ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલે ખસેડાયા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News