મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીની પુલ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગે ચીફ સેક્રેટરી-ડીજીપીને ફટકારી નોટિસ


SHARE







મોરબીની પુલ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગે ચીફ સેક્રેટરી-ડીજીપીને ફટકારી નોટિસ

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જે માનવ સર્જિત દુર્ઘટનામાં ઝુલતા પુલ ઉપર ફરવા જનાર ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા અને આ ઘટના ચાર અઠવાડિયા નક્કર કાર્યવાહી કરવામાં આવી નહીં જેથી કરીને માનવ અધિકાર આયોગે ચીફ સેક્રેટરી અને ડીજીપીને નોટિસ ફટકારી છે અને એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે.


અમદાવાદ સ્થિત માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારની ફરીયાદમાં માનવ અધિકાર આયોગે તાબડતોબ કાર્યવાહી કરેલ છે અને મોરબીમાં ગત તા ૩૦/૧૦/૨૨ ના રોજ ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના ઘટી હતી જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેમાં માનવ અધિકાર આયોગને માનવ અધિકાર ભંગની ફરિયાદ મળતા આ ગંભીર ઘટનામાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ નવી દિલ્હી દ્વારા ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી અને ડીજીપીને મોરબીમાં ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૧૩૫ લોકોના પરિવારના સભ્યોના માનવ અધિકાર ભંગના બનાવમાં અમદાવાદ સ્થિત માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારની પિટિશન કરી હતી જેના આધારે હાલમાં આયોગે નોટિસ ફટકારી છે અને ચાર અઠવાડિયામાં એક્શન ટેકન રીપોર્ટ માંગ્યો છે અને કાંતિલાલ પરમાર દ્વારા ઝુલતા પુલનો જેને કોન્ટ્રાકટ લીધો હતો તે ઓરેવા કંપનીના જવાબદાર માલિક અને નગરપાલિકા, જીલ્લા કલેક્ટર સહિતના જવાબદારો સામે કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે અને પ્રત્યેક ભોગ બનનારના વારસદાર આશ્રિતને ૫૦ લાખનું વળતર અને સાચા ગુનેગારો સામે કાયદાકીય પગલા ભરવાની માંગણી કરવામાં આવેલ છે.




Latest News