મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન હળવદ નજીક નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા 10 પૈકી બે યુવાન ડૂબી જતા શોધખોળ શરૂ કમોસની વરસાદ: મોરબી જિલ્લામાં ધૂળ-કોલસીની ડમરી તેમજ પતરા અને હોર્ડિંગ બોર્ડ ઉડ્યા, ખેડૂતો-અગરિયાઓને મોટું નુકસાન મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત
Breaking news
Morbi Today

હળવદના જુના સુંદરગઢ-ચુંપણી પાસેથી ૨૯૦૦ લિટર આથો ઝડપાયો: એકની ધરપકડ, એકની શોધખોળ


SHARE













હળવદના જુના સુંદરગઢ-ચુંપણી પાસેથી ૨૯૦૦ લિટર આથો ઝડપાયો: એકની ધરપકડ, એકની શોધખોળ

હળવદ તાલુકાના જુના સુંદરગઢ ગામની પાછળના ભાગમાં ડેમ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૧૦૦ લિટર આથો તથા અન્ય સાધન સામગ્રી મળીને ૮૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને એક શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળેલ બાતમી આધારે હળવદ તાલુકાના જુના સુંદરગઢ ગામની પાછળની સીમમાં ડેમ વિસ્તારમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સરકારી ખરાબની જગ્યામાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૧૦૦ આથો તેમજ ગેસના ત્રણ બાટલા, ગેસના બર્નર, રેગ્યુલેટર અને નળી ત્રણ નંગ તેમજ અન્ય મુદ્દા માલ મળીને પોલીસે સ્થળ ઉપરથી ૮૧૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી દેવજીભાઈ ઉર્ફે દેવો જીવણભાઈ પાટડીયા જાતે કોળી રહે નવા સુંદરગઢ વાળાની હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દેશીદારૂ

હળવદ તાલુકાના ચુંપણી ગામની સીમમાં રહેતા રાજુભાઈ ચતુરભાઈ વાઘેલા જાતે દેવીપુજકના ઘરની પાછળના ભાગમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૮૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૬૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રાજુભાઈ ચતુરભાઈ વાઘેલા જાતે દેવીપુજક (ઉંમર ૨૩) રહે. ચુંપણી વાળાની ધરપકડ કરેલ છે




Latest News