મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા ગામની શાળામાં તમાકુ કંટ્રોલ સેલ દ્વારા નિબંધ સ્પર્ધા યોજાઇ


SHARE









હળવદના કવાડિયા ગામની શાળામાં તમાકુ કંટ્રોલ સેલ દ્વારા નિબંધ સ્પર્ધા યોજાઇ

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રણમલપૂરના સહયોગથી  કવાડિયા પ્રાથમિક શાળા ખાતે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું. જેમાં તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રણમલપૂર, હળવદ દ્રારા ખાતે આવેલી કવાડિયા પ્રાથમિક શાળામાં વ્યસન અંગે જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમાકુ નિષેધ નિબંધ સ્પર્ધામાં ૩૩૦ માથી ૩૮ જેટલા બાળકોએ લાભ લીધો હતો. જેમાં બાળકોએ વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/આર્થિક અસરો, વ્યસનનું સમાજમાં પ્રમાણ તથા આકડાકીય માહિતી દર્શાવતા વિવિઘ વિષયો પર વકતવ્ય આપ્યું હતું. જેમાંથી વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરાયા હતા. તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અંતે  તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તથા તમામ સ્ટાફ ગણ, મેડિકલ ઓફિસર ડો. બ્રિજેશ વીડજા, તેમજ mphs નીશીત શાહ, કવાડિયા સબ સેંટરનો સ્ટાફ તથા ડો.કિરણ માથકીયા હાજર રહ્યા હતા. અને સંપૂર્ણ કાર્યક્રમ મોરબી જિલ્લા આરોગ્ય શાખા અને હળવદ તાલુકા આરોગ્ય શાખાના ડો. ભાવિન ભટ્ટી અંતર્ગત કરવામાં આવેલ હતો




Latest News