ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ-રોટરી રિલિફ ટ્રસ્ટ દ્વારા નિદાન કેમ્પ આયોજન


SHARE











મોરબીમાં રોટરી ક્લબ-રોટરી રિલિફ ટ્રસ્ટ દ્વારા નિદાન કેમ્પ આયોજન

મોરબીમાં રોટરી ક્લબ અને રોટરી રિલિફ ટ્રસ્ટ દ્વારા “સ્વાસ્થ્યમંગલ વૈદિક પરંપરાથી નિદાન”  નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જૂના હઠીલા તમામ રોગોને જડમૂળમાંથી દૂર કરવા માટે નાડી પરીક્ષણ દ્વારા યોગ્ય નિદાન કરીને દર્દીનુ સારવાર કરવામાં આવશે

આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ આજે સમગ્ર વિશ્વએ અપનાવી છે. ત્યારે મોરબીના આગામી રવિવારે તા ૮ ના રોજ રોટરી કલબ મોરબી તથા રોટરી રીલીફ ટ્રસ્ટ મોરબી દ્વારા રવિવારે “સ્વાસ્થ્યમંગલ વૈદિક પરંપરાથી નિદાન” કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જી.આઈ.ડી.સી. પાસે સંસ્કાર બ્લડ બેંક ખાતે સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી યોજાશે જેમાં અમેરલીના પ્રખર વૈદ્ય જીજ્ઞેશભાઇ પટેલ દ્વારા અનુભવ અને આયુર્વેદના સમન્વયથી દર્દીઓના દર્દનું નિદાન કરીને સારવાર કરવામાં આવશે આ અંગે રોટરી કલબના પ્રેસિડેન્ટ અશોકભાઈ મહેતા અને સેક્રેટરી રષેશભાઈ મહેતાએ જણાવ્યુ છે કે, જુના, હઠીલા રોગો હોય અને બધી જગ્યાએથી થાકેલા કે નિરાશ હોય તેવા દર્દીએ એક વાર આ કેમ્પની મુલાકાત લેવાની ખાસ જરૂર છે આ કેમ્પમાં હાથપગ, ગોઠણ, કમરના મણકાને લગતી તકલીફ તથા વા ની તકલીફ, સાયટીકા, સોર્યાસીસ, સ્ત્રીરોગ, ડાયાબીટીસ જેવા જટીલ રોગોના સ્પેશ્યાલીસ્ટ તબીબ કહે છે કે ઉપરોકત રોગોની સારવાર કોઇપણ જગ્યાએ લીધેલ હોય અને ફર્ક ન પડયો હોય તેને આ કેમ્પમાં આવવાથી ફાયદો થશે અને આ કેમ્પ માટે અગાઉથી નામ નોંધણી થયેલ હશે એજ દર્દીઓની સારવાર કરવામાં આવશે તેવું અશોકભાઈ મહેતા ૯૯૭૮૪ ૪૨૮૫૧, હરીશભાઈ શેઠ ૯૩૭૬૧૬૧૪૦૬, રષેશભાઈ મહેતા ૯૮૯૮૦ ૭૧૪૭૫ તથા ૬૩૫૬૩ ૫૧૧૧૫ નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે

 

નેચરલ વસ્તુઓનું રાહતદરે વેંચાણ કરાશે 

મોરબીના મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ કરવામાં આવે છે તેવી જ રીતે આગામી રવિવાર તા ૮ ના રોજ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ કરવામાં આવશે જેમાં લોકોને હરડે પાવડર, ગૌમૂત્ર અર્ક, દેશી ગોળ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી વગેરે મળશે આ વિતરણ વ્યવસ્થાના અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કર છે






Latest News