ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા કર્મચારી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં સતવારા કર્મચારી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ સ્નેહમિલન, નિવૃત્ત થતા અને પ્રમોશન મળેલ કર્મચારીઓનો સન્માન સમારંભ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઇ કંઝારિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં સર્વ ધર્મ પ્રાર્થના અને સર્વે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય  કરવામાં આવેલ. આ પ્રસંગે સર્વે મહેમાનોનું મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પૂર્વ મંત્રી રાહુલભાઈ પરમારે શબ્દોથી સ્વાગત કરેલ. ત્યારબાદ મંડળના કારોબારીના સભ્યોએ  પુષ્પ ગુચ્છ થી મહેમાનનું સ્વાગત કર્યુ હતુ.

આ પસંગે કર્મચારી મંડળનો અહેવાલ આપતા યોગેશભાઈ કંઝારિયાએ  જણાવેલ કે ,આ મંડળની સ્થાપના ૨૦૦૫ થી કરવામાં આવેલ અને આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે પુસ્તકો આપવામાં આવે છે.એટલું જ નહીં દર વર્ષે નિવૃત્ત થતા અને પ્રમોશન મળેલ કર્મચારીઓનું સાલ  ઓઢાડીને સન્માન  કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૨ માં નિવૃત્ત થતા મહેશભાઈ નકુમ, ધનજીભાઈ ચાવડા અને નટવરલાલ સોનગરા  વગેરેનું સન્માન પત્રનું વાંચન છગનભાઈ ખાણધર, દેવેશભાઈ કંઝારિયા અને ગણેશભાઈ કનજારિયા  વગેરેએ કરેલ અને બઢતી મળેલ ધનજીભાઈ ડાભી, ફ્રી સેવા આપેલ રસોઈયા નવીનભાઈ નકુમનું સાલ ઓઢાડીને સન્માન સમાજના જુદા જુદા મંડળના પ્રમુખશ્રીઓના હસ્તે કરવામાં આવેલ.નિવૃત થતા કર્મચારીશ્રી મહેશભાઈ નકુમે નોકરી દરમિયાન આપેલ જુદી જુદી સેવાઓ અને મંડળમાં આપેલ સેવાઓ  વિશે પોતાનો પ્રતિભાવ આપ્યા હતા.

આ સંગે કાર્યક્રમના અધ્યક્ષ અને શ્રી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારિયાએ સર્વે કર્મચારીઓને  કુટુંબ માટે ,સમાજ માટે અને જ્યાં નોકરી કરતા હોય ત્યાં નિષ્ઠાથી કામ કરીએ, તો નોંધ લેવાય જ સમાજમાં નોકરી કરતા ભાઈઓ વિશે સમાજની દ્રષ્ટિ હંમેશા માનભરી હોય છે ,એટલે આપણે સમાજમાં ઉપયોગી થવા માટે પ્રયત્ન કરવા જોઈએ. સમાજમાં અનેક મંડળો જુદી જુદી પ્રવૃત્તિ કરે છે તેઓનો એક જ હેતુ હોય છે-,સમાજનો ઉત્કર્ષ એમાં આપણે પણ સહભાગી બનીએ એવી અપેક્ષા સાથે સમાજમાં વિવિધ મંડળોની પ્રવૃતિની વાત કરી હતી.આ પ્રસંગે જ્ઞાતિના જુદા જુદા મંડળના પ્રમુખઓ જેમાં શ્રી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ લખમણભાઇ કંઝારિયા, શ્રી મોરબી સતવારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાઘવજીભાઈ કંઝારિયા, મોરબી સતવારા મંડળના પ્રમુખ હિરેનભાઈ પરમાર, સતવારા મહિલા પ્રગતિ મંડળના પ્રમુખ કિરણબેન જાદવ, શ્રી સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલ વગેરે આગેવાનો આ પ્રસંગે હાજર રહ્યા હતા.અંતમાં સર્વે મહેમાનોનો આભાર શ્રી મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ પરમારે માન્યો હતો.શ્રી મોરબી જિલ્લા સતવારા કર્મચારીના મંડળના મંત્રી ધીરૂભાઈ પરમારે સમગ્ર કાર્યક્રમનું સરસ સંચાલન કર્યુ હતુ.






Latest News