મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર નદી ગામે નિવૃત ફોજીનું ભવ્યાતિ ભવ્ય સન્માન કરાયું


SHARE





મોરબીના રવાપર નદી ગામે નિવૃત ફોજીનું ભવ્યાતિ ભવ્ય સન્માન કરાયું

મોરબીના રવાપર નદી ગામના વતની તેમજ ફોજમા ૨૮ વર્ષ સુધી ફરજ પૂરી કરીને વતનમાં આવ્યા ત્યારે તેના ગામમાં સુબેદાર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાનું રવાપર નદી ગામ ખાતે ભવ્યતી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું

મોરબીના રવાપર નદી ગામના રહેવાસી સુબેદાર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાએ ૨૮ વર્ષ સુધી ફોજમા દેશની સેવા કરી હતી અને તેઓ નિવૃત થઈને માદરે વતન પરત આવ્યા હતા ત્યારે ગામના વડીલો, આગેવાનો સહિતના લોકો દ્વારા સુબેદાર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે રવાપર નદી ગામના સરપંચ બલભદ્રસિંહ એમ.ઝાલા અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા તે ઉપરાંત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજીંગ ડાયરેકટર ડો. જ્યેન્દ્રસિંહ જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, ગુજરાત પ્રદેશ કરણી સેના પ્રમુખ વી.એસ. જાડેજા, માજી સૈનિક જામનગર પ્રમુખ ભરતસિંહ જાડેજા, અમદાવાદ સૈનિક મંડળ પ્રમુખ અશોકસિંહ જાડેજા, ઓનરરી કેપ્ટન એચ.કે. જાડેજા, આર્મી ઓફિસર હરદેવસિંહ જાડેજા, રંગપરના માજી પ્રમુખ દિલુભા ઝાલા, રાજપૂત સમાજના અગ્રણી નિરુભા ઝાલા, ડો. મિલનકુમાર ઉઘરેજા, ડો. હાર્દિક જેસવાની, અનસ્ટોપેબલ વુમન વોરિયર ગ્રુપના હેતલબેન, યુવા આર્મી ગ્રુપના પિયુષ બોપલીયા સહિતના હાજર રહ્યા હતા. અત્રે ઉલેખનીય છે કે, સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા વર્ષ ૧૯૯૪ મા ફોજમા જોડાયા હતા ત્યાર બાદ ૨૦૧૫ મા જુનિયર કમિશન ઓફિસર તરીકે અને વર્ષ ૨૦૨૨ મા સુબેદાર તરીકે ફોજમા બઢતી મળી હતી અને હાલમાં તે સેવા નિવૃત થયા છે અને સહદેવસિંહ ઝાલાને હજુ પણ તેના મોબાઈલ નં. ૮૮૭૫૭ ૧૧૮૪૩ ઉપર ઘણા લોકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે




Latest News