મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા મોરબીમાં ૧૫૦ પેટી દારૂના ગુનામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો હળવદના કોયબા ગામ પાસે રબ્બરની ફેક્ટરીમાં લાગેલી આગ કાબુમાં: કુલિંગ માટે હજુ પણ પાણીનો મારો ચાલુ હળવદના ખેતરડી ગામે દારૂની રેડ: 2700 લીટર આથો-50 લિટર દેશી દારૂ કબ્જે, આરોપીની શોધખોળ મોરબીમાં કાર ચાલકે બુલેટને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં અંગદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની પી.જી.પટેલ કોલેજમાં અંગદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પી.જી.પટેલ કોલેજ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સંયુક્ત ઉપક્રમે પી.જી.પટેલ કોલેજમાં અંગદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખાસ રાજકોટની પ્રખ્યાત એવી સ્ટર્લીંગ હોસ્પીટલના ક્રીટીકલ કેર નિષ્ણાંત ડો. સંકલ્પ વણજારા, દિવ્યમ હોસ્પીટલના કીડની નિષ્ણાંત અને બી.ટી. સવાણી કીડની હોસ્પીટલમાં માનદ સેવા આપતા ડો. દિવ્યેશ વિરોજા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અંગદાન અંગે જન-જાગૃતિ આવે અને વિધાર્થીઓ અંગદાનનું મહત્વ સમજી શકે તેમજ અન્યોને પણ જાગૃત કરી શકે તે માટે ઉપરોક્ત બંને નિષ્ણાંતો દ્વારા ખાસ સેશન લેવામાં આવ્યું હતુ. અને અંગદાન કઈ રીતે થઇ શકે, એક વ્યક્તિનું અંગદાન કેટલા લોકોને નવજીવન આપી શકે, તે અંગેની તબીબી બાબતોની સચોટ અને રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાયન્સ કલબના પીડીજી ચંદ્રકાંત દફતરી, વિડીજી રમેશ રૂપાલા, પ્રમુખ રાજેશ સરડવા, તુષાર દફતરી તેમજ લાયન્સ કલબના ઘણા હોદેદારો અને પી.જી.પટેલ કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યકમ દરમિયાન  પ્રોજેક્ટ ચેરમેન અને મોરબીના ઈએનટી સર્જન ડો. પ્રેયસ પંડ્યાએ વિશેષ માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આ કાર્યક્રમના અંતે તમામ લોકો એ અંગદાન અંગે જાગૃતિ ફેલાવા અને અંગદાનની મુહિમમાં સક્રિય ભૂમિકા ભજવવાનો સંકલ્પ લીધો હતો.






Latest News