મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના સૂર્યનગર ગામે ઘર પાસેથી ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી


SHARE









હળવદના સૂર્યનગર ગામે ઘર પાસેથી ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી..!

હળવદમાંથી ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કરવામાં આવી તેની સહી હજુ તો સુકાઈ નથી ત્યાં હળવદ તાલુકાના સૂર્યનગર ગામે ઘર પાસે પાર્ક કરવામાં આવેલ ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેક્ટર ટ્રોલીની ચોરીની ફરિયાદ નોંધાવતા ૭૦૦૦૦ ની રેલી ટ્રોલીની ચોરી થઈ હોવા અંગેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વીગત પ્રમાણે હળવદ તાલુકાના સૂર્યનગર ગામે રહેતા છગનભાઈ ઝીણાભાઈ પરમાર જાતે દલવાડી (૭૦) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓએ પોતાના ઘરની બાજુમાં તેની ટ્રેક્ટરની ટ્રોલી નંબર જીજે ૧૩ એટી ૭૨૯૬ પાર્ક કરીને મૂકી હતી જે ૭૦ હજાર રૂપિયાની કિંમતની ટ્રેક્ટર ટ્રોલીની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી વૃદ્ધ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહનમાં નુકશાન

ટંકારા તાલુકાના નેકનામ ગામે પાદર પાસે આવેલ કેબીન નજીક નેકનામ ગામે રહેતા તેજુભા ઝાલા જાતે દરબાર (૫૦) એ પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે ૧૦ ટી ૮૮૫૬ ઉભી રાખી હતી જે રિક્ષામાં ડમ્પર નંબર જીજે ૩૬ વી ૭૪૧૬ ના ચાલક ઈકબાલભાઈ નૂરમહમદભાઈ ગંધ જાતે મિયાણા (૩૫) રહે બોડકી ગામ તાલુકો માળીયા મીયાણા વાળાએ પોતાનું ડમ્પર અથડાવ્યું હતું જેથી કરીને રિક્ષામાં નુકસાન થયેલ હોય રીક્ષા ચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News