મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામપુર નજીક વાડીમાં જુગાર રમતા ૮ જુગારી ૧.૦૩ લાખના મુદામાલ સાથે ઝડપાયા


SHARE













હળવદના ઘનશ્યામપુર નજીક વાડીમાં જુગાર રમતા ૮ જુગારી ૧.૦૩ લાખના મુદામાલ સાથે ઝડપાયા

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામથી ભલગામડા તરફ જવાના રસ્તા ઉપર આવેલ વાડીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા આઠ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા અને મોબાઈલ ફોન મળીને ૧૦૩૯૦૦ રૂપિયાની કિંમતમાં મુદ્દા માલ કબજે કર્યો હતો અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમને મળેલ બાતમી આધારે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામથી ભલગામડા તરફ જવાના રસ્તા ઉપર આવેલ કાંકરકી તલાવડી પાસે પ્રવીણભાઈ મધુભાઈ રજપુતની વાડીમાં જુગારની રેડ કરી હતી ત્યારે વાડીમાં જુગાર રમતા પ્રવીણભાઈ ઉર્ફે પીટર લીંબાભાઈ કલોતરા સહિત કુલ મળીને આઠ જુગારીઓ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૦૦૯૦૦ રૂપિયાની રોકડ અને ૩૦૦૦ રૂપિયાની કિંમતના પાંચ મોબાઇલ ફોન આમ કુલ મળીને ૧૦૩૯૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં જે આરોપીઓને પકડવામાં આવ્યા છે તેમાં પ્રવિણભાઇ ઉર્ફે પિટર લીંબાભાઇ કલોતરા જાતે રબારી (૩૯) રહે. જુના પોલીસ સ્ટેશન હળવદ, હિતેષગીરી નરભેગીરી ગૌસ્વામી જાતે બાવજી (૪૬) રહે. દરબાર નાકે પાણીની બારી હળવદ, અજયભાઇ પરબતભાઇ કલોતરા જાતે રબારી (૪૧) રહે. ધ્રાંગધ્રા દરવાજા અંદર હળવદ, પ્રવિણભાઇ ધનજીભાઇ ગોદાવરીયા જાતે પ્રજાપતિ (૪૭) રહે. વંસતપાર્ક હિરો શો રૂમ સામે હળવદ, પ્રવિણભાઇ ગાંડાભાઇ ચાવડા જાતે અનુજાતિ (૪૫) રહે. જુના ધનાળા ગામ તાલુકો હળવદ, પ્રવિણભાઇ તળશીભાઇ આદ્રોજા જાતે પટેલ (૫૦) રહે. મહેન્દ્રનગર પ્રકૃતિ સોસા.મોરબી, ભાર્ગવભાઇ લલીતભાઇ અઘારા જાતે પટેલ (૫૦) રહે. અણીયારી અને પ્રવિણભાઇ વશરામભાઇ રાસળીયા જાતે પટેલ (૬૫) રહે. આનંદપાર્ક-૧ હળવદ વાળાનો સમાવેશ થાય છે.

દેશી દારૂ
વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સપટીવાળી સીમમાં આવેલ ભુપત ઉર્ફે કાસલીના ભોગવટા વાળી વાડીમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ચારસો લીટર આથો મળી આવ્યો હોય પોલીસે ૮૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, આરોપી ભુપત ઉર્ફે કાસલી દેવશીભાઈ મકવાણા જાતે કોળી રહે. તરકીયા ગામની સીમ મૂળ રહે નાળિયેરી તાલુકો ચોટીલા વાળો હાજર ન હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News