મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદની દેવળીયા ચોકડીએ ટેઇલર પલટી મારી જતાં ડ્રાઈવરનું મોત


SHARE









હળવદની દેવળીયા ચોકડીએ ટેઇલર પલટી મારી જતાં ડ્રાઈવરનું મોત

હળવદ તાલુકાની દેવળીયા ચોકડી પાસે ટેઇલર પલટી મારી ગયું હતું જેથી કરીને ટેઇલરના ડ્રાઇવરને ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું હાલમાં આ બનાવ સંદર્ભે મૃતકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે કચ્છ જિલ્લાના નવા અંજાર ખાતે મારુતિનગરમાં રહેતા શક્તિસિંહ દિલીપસિંહ વાઘેલા જાતે રાજપૂત (૩૧)એ રાજસ્થાનના હરાજપુરાના રહેવાસી ડ્રાઇવર અમીનકથાત છોટુકથાત સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે હળવદ તાલુકાની દેવળીયા ચોકડી પાસેથી આરોપી તેના હવાલા વાળું ટેઇલર નંબર જીજે ૧૨ બીએક્સ ૬૯૬૪ લઈને પસાર થતો હતો ત્યારે ત્યાં ટેઇલર પલટી મારી ગયું હતું જેથી કરીને તેને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવમાં શક્તિસિંહ વાઘેલાની ફરિયાદ લઈને મૃતક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News