મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક મળી


SHARE









હળવદ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક મળી

રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજ ના ધ્યેય સૂત્ર સાથે કાર્ય કરતું સંગઠન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ તાલુકાની કારોબારી બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ પ્રવીણભાઈ ધોળુનું સાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું હળવદ તાલુકાના અધ્યક્ષ વાસુદેવભાઈ ભોરણીયા દ્વારા શિક્ષકોને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે પ્રવીણભાઈ ધોળું દ્વારા સંગઠનને મજબૂત બનાવીને શિક્ષકોના પ્રશ્નોને હલ કરી શકાયએ વાત ઉપર ભાર મૂક્યો હતો ત્યાર બાદ જિલ્લા અધ્યક્ષ દિનેશભાઇ વડસોલાએ શિક્ષકોના વિવિધ પ્રશ્નોની સરકાર સાથે થયેલ વાતચીતની ચર્ચા કરી હતી મંત્રી હિતેશભાઈ ગોપાણી દ્વારા સંગઠનને મજબૂત બનાવવા હાકલ કરી હતી આ કારોબારી બેઠકમાં મંત્રી કિરણભાઈ કાચરોલા તેમજ પ્રચારમંત્રી હિતેશભાઈ પાંચોટીયા પણ ઉપસ્થિત રહ્યા હતા હળવદ તાલુકાના રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાંથી નિલેશભાઈ પટેલ, પંકેશભાઈ પટેલ તેમજ પ્રકાશભાઈ દસાડીયા ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકનું સંચાલન હળવદ તાલુકાના મંત્રી રાજુભાઇ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું




Latest News